Monday, 28 October 2019

સેમસંગ 'ગેલક્સી A51'નું અપગ્રેડેડ વર્ઝન ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે

ગેજેટ ડેસ્કઃ સેમસંગ કંપનીએ 'A' સિરિઝનાં ઘણાં સ્માર્ટફોન લોન્ચ કર્યાં છે. કંપની હવે તેના અપગ્રેડેડ વર્ઝનને લોન્ચ કરવાની તૈયારીમાં છે. તાજેતરમાં સેમસંગના અપકમિંગ સ્માર્ટફોન 'ગેલક્સી A51'નાં સ્પેસિફકેશન લીક થયાં છે.

ગીકબેંચ લિસ્ટિંગ મુજબ આ અપગ્રેડેડ ફોનનો મોડલ નંબર SM-A515F છે. આ ફોનમાં સેમસંગ એક્સિનોસ 9611 પ્રોસેસર આપવામાં આવશે.

ગીકબેંચના ડેટાબેઝ અનુસાર ફોનનું 4GB વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે. અપડેટેડ ફોનમાં એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવીશે.

અગાઉ પણ આ ફોનનાં સ્પેસિફિકેશન લીક થઈ ચૂક્યા છે. તેમાં ફોનમાં 4 રિઅર કેમેરા આપવામાં આવશે. આ ફોનમાં 32MPનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવશે. આ સિવાય ફોનમાં 12MPનો વાઈડ એંગલ લેન્સ, ઓપ્ટિકલ ઝૂમ સાથે 12MPનું ટેલિફોટો સેન્સર અને 5MPનું ડેપ્થ સેન્સર આપવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
An upgraded version of Samsung 'Galaxy A51' may be launching soon


from Divya Bhaskar https://ift.tt/2MSfsOj

No comments:

Post a Comment