Tuesday, 1 October 2019

વનપ્લસ કંપનીએ ભારતમાં સ્માર્ટફોન અને ટીવી વેચીને 2 દિવસમાં 500 કરોડ રૂપિયાની કમાણી કરી

ગેજેટ ડેસ્કઃ: ચીનની સ્માર્ટફોન કંપની વનપ્લસે છેલ્લાં બે દિવસમાં એમેઝોન સેલમાં 500 કરોડ રૂપિયાની કમાણી કરી છે. કંપનીએ આ માહિતી ટ્વીટ કરીને જણાવી છે. 26 સપ્ટેમ્બરે વનપ્લસ કંપનીએ સ્માર્ટફોન વનપ્લસ 7Tની સાથે પોતાની પ્રથમ ટીવી સિરીઝ પણ લોન્ચ કરી હતી. કંપનીએ તેના પ્રથમ બે સ્માર્ટફોન સૌપ્રથમ ભારતમાં જ લોન્ચ કર્યા છે, જેને એમેઝોન સેલ પર સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે.

વનપ્લસ 7T સ્માર્ટફોનની શરૂઆતની કિંમત 37,999 રૂપિયા છે અને વનપ્લસ ટીવી Q1ની કિંમત 69,900 રૂપિયા એન Q1 પ્રોની કિંમત 99,900 રૂપિયા છે.

વનપ્લસ ટીવી Q1 અને Q1 પ્રોનાં સ્પેસિફિકેશન

આ ટીવીમાં ડિસ્પ્લેની વાત કરીએ તો, તેમાં 55 ઇંચ 4K રિઝોલ્યુશન અને કસ્ટમાઈઝ્ડ QLED ડિસ્પ્લે પેનલ છે. આ એન્ડ્રોઇડ ટીવી 9.0 ઓએસ પર કામ કરે છે. વોઇસ આસિસ્ટન્ટની મદદથી અવાજ પણ કન્ટ્રોલ કરી શકાય છે.

ટીવીને વનપ્લસ ફોન થી પણ કન્ટ્રોલ કરી શકાય છે. ફોનની ડિસ્પ્લેને સ્ક્રોલ કરીને ટીવીની ડિસ્પ્લેને પણ સ્ક્રોલ કરી શકાય છે. આ સાથે જ રિયલ ટાઈમમાં ટીવીનો સ્ક્રીનશોટ પણ યુઝર તેના ફોનમાં લઈ શકશે.

ફોન આવવા પર આ સ્માર્ટ ટીવીનો અવાક ઓટોમેટિક 100% થી 10% પર આવી જાય છે. તેમાં ગામા કલર મેજીક ફીચર છે, જેને લઈને કોઈ પણ સ્થિતિમાં સારી પિક્ચર ક્વોલિટી મળી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
OnePlus company earns Rs 500 crore in 2 days by selling smartphones and TVs in India


from Divya Bhaskar https://ift.tt/2ofeOjX

No comments:

Post a Comment