Tuesday, 1 October 2019

શાઓમીએ તેના અફોર્ડેબલ સ્માર્ટફોન ‘રેડમી 8A’નું વેચાણ શરૂ કર્યું

ગેજેટ ડેસ્ક: શાઓમી કંપનીએ ભારતમાં પોતાના નવા લો બજેટ ‘રેડમી 8A’ સ્માર્ટફોનનું વેચાણ શરૂ કર્યું છે. કંપનીએ આ ફોન બે વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે, જેની શરૂઆત 6,499 રૂપિયાથી થાય છે. આ ફોનની ખરીદી ફ્લિપકાર્ટ, mi સ્ટોર અને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી કરી શકાશે. આ ફોનમાં સ્ક્રીનમાં મજબૂતી માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 આપ્યો છે. ફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે. આ ફોનના મિડનાઇટ બ્લેક, ઓશિયન બ્લૂ અને સનસેટ રેડ કલર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યા છે.

વાયરલેસ FM રેડિયોથી સજ્જ
કંપનીએ આ ફોનમાં વાયરલેસ FM રેડિયો ફીચર પણ આપ્યું છે. એટલે કે રેડિયો માટે યુઝરે ઈયરફોન લગાવવાની જરૂર નહીં પડે.


વેરિઅન્ટ અને કિંમત

2GB રેમ + 32GB સ્ટોરેજ 6499 રૂપિયા
3GB રેમ + 32GB સ્ટોરેજ 6999 રૂપિયા

ઓફર
લોન્ચિંગ ઓફર અંતર્ગત આ ફોનની ખરીદી ફ્લિપકાર્ટથી કરવાથી Axis બેંકના ક્રેડિટ/ડેબિટ પર 10%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
ફ્લિપકાર્ટ પર ‘નો કોસ્ટ EMI’ની સુવિધા પણ આપવામાં આવી રહી છે.
આ સાથે જ દિવાળી વિથ એમઆઈના સેલમાં HDFCના ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવાથી 10%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

રેડમી 8A ફોનનાં સ્પેસિફિકેશન

ડિસ્પ્લે 6.22 HD
પ્રોસેસર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 439 ઓક્ટા-કોર
​​​​​​OS એન્ડ્રોઇડ 9 બૅઝ્ડ MIUI 10
રેમ 2 GB/ 3 GB
સ્ટોરેજ 32GB + 512GB મેમરી કાર્ડ
સિમ ડ્યુઅલ સિમ
રિઅર કેમેરા 12 MP
ફ્રન્ટ કેમેરા 8 MP
બેટરી 5000mAHh વિથ 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ​​​​​​​


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Xiaomi started selling its affordable smartphone 'Redmi 8A'


from Divya Bhaskar https://ift.tt/2nh6ksQ

No comments:

Post a Comment