
ગેજેટ ડેસ્કઃ કોરિયાઈ ટેક કંપની સેમસંગે તેનો પ્રથમ ફોલ્ડેબલ ડિસ્પ્લેવાળો 5G સ્માર્ટફોન ‘ગેલેક્સી ફોલ્ડ’ને ભારતમાં લોન્ચ કર્યો છે. આ ફોન કંપનીનો અત્યર સુધીનો સૌથી મોંઘો ફ્લેગશિપ સ્માર્ટફોન છે. આ ફોનને 12 GB રેમ અને 5 GB સ્ટોરેજવાળા સિંગલ વેરિઅન્ટમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે. ગેલેક્સી ફોલ્ડની ભારતમાં કિંમત 1.65 લાખ રૂપિયા છે. ફોનનું પ્રિબુકિંગ 4 ઓક્ટોબર અને વેચાણ 20 ઓક્ટોબરથી શરૂ થશે.
ગેલેક્સી ફોલ્ડ સાથે કેટલીક એક્સક્લૂસિવ કસ્ટમર કેર સુવિધાઓ મળશે. તેમાં ‘વન-ઓન-વન એક્સેસ ટૂ સેમસંગ એક્સપર્ટ’, ‘24x7 હબ ઓનલાઇન’ અને ‘ઓવર ધ ફોન સપોર્ટ’ સામેલ છે.સેમસંગ ‘ગેલેક્સી A10‘, ‘ગેલેક્સી નોટ 10‘ અને ‘ગેલેક્સી A90’ પછી ‘ગેલેક્સી ફોલ્ડ’ કંપનીનો ચોથો 5G સ્માર્ટફોન છે. રિપોર્ટ પ્રમાણે કંપની સસ્તા ગેલેક્સી ફોલ્ડ બનાવવા પર પણ કામ કરી રહી છે. તેની કિંમત આશરે 72 હજાર રૂપિયા હોઈ શકે છે.
ગેલેક્સી ફોલ્ડમાં 7.3 ઇંચની ઈન્ફિનિટી ફ્લેક્સ ડિસ્પ્લે અને 6 કેમેરા છે. આ ડિવાઇસમાં 4.6 ઇંચની સેકન્ડરી ડિસ્પ્લે છે. આ ફોનની ડિસ્પ્લે ઓપન થાય છે ત્યારે તે 7.3 ઇંચની બને છે અને ક્લોઝ થાય છે ત્યારે 4.6 ઇંચની બને છે.
આ ફોનમાં 2 બેટરી આપવામાં આવી છે. બંને બેટરી મળીને ફોનમાં કુલ 4380mAhની બેટરી મળે છે. તેમાં ફાસ્ટ વાયર ચાર્જિંગ સાથે વાયરલેસ ચાર્જિંગની પણ સુવિધા આપવામાં આવી છે.
‘ગેલેક્સી ફોલ્ડ’નાં બેઝિક સ્પેસિફિકેશન
ડિસ્પ્લે | 7.3 ઇંચ (પ્રાઈમરી), 4.6 ઇંચ (સેકન્ડરી) |
રિઝોલ્યુશન | 1536x2152 પિક્સલ |
પ્રોસેસર | 7nm ક્વોલકોમ સ્નેપડ્રેગન 855 ઓક્ટા-કોર વિથ એડ્રિનો 640 gpu |
ફ્રન્ટ કેમેરા | 10 MP |
રિઅરકેમેરા | 12GB16 MP (અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ)+ 12 MP (વાઇડ એંગલ કેમેરા) + 12 MP (ટેલિફોટો) |
રેમ | 12GB |
સ્ટોરેજ | 512GB |
OS | એન્ડ્રોઇડ પાઇ |
બેટરી | 4,380mAh |
વજન |
263 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2oXjYSh
No comments:
Post a Comment