
ગેજેટ ડેસ્ક: પ્રીમિયમ ફ્લેગશિપ સ્માર્ટફોનની યાદીમાં પ્રથમ ક્રમાંક પર આઈફોન આવે છે. ગુરુવારે OLXના એક રિપોર્ટ મુજબ સેકન્ડ હેન્ડ સ્માર્ટફોનમાં એપલ લોકોનો સૌથી લોકપ્રિય સ્માર્ટફોન છે. ઓનલાઇન પ્લેટફોર્મ પર એપલ 19% લિસ્ટિંગ સાથે સૌથી આગળ છે. એપલે સેમસંગ, શાઓમી બીબીકે બ્રાન્ડ્સ (ઓપો, વિવો અને વનપ્લસ)ને પાછળ ધકેલી છે.
OLXની 2019ના રિપોર્ટ મુજબ એપલ પછી 16% સાથે સેમસંગ, બીબીકે બ્રાન્ડ્સ 14% અને શાઓમી 13% લિસ્ટિંગ ધરાવે છે. ત્યારબાદ કુલ 38% સાથે મોટોરોલા, લેનોવો, નોકિયા, આસુસ, જિઓની, સોની, HTC, LG, લાવા, ઇન્ટેક્સ, કાર્બન અને માઇક્રોમેક્સ સ્થાન ધરાવે છે.
સ્માર્ટફોનની લોકપ્રિયતામાં એપલ 19% શેર ધરાવે છે. 18% શેર સાથે બીજા ક્રમાંકે શાઓમી અને 15% શેર સાથે સેમસંગ અને બીબીકે બ્રાન્ડ્સ સામેલ છે. કુલ 33% શેર સાથે મોટોરોલા, લેનોવો , નોકિયા, આસુસ, જિઓની, સોની, HTC, LG, લાવા, ઇન્ટેક્સ, કાર્બન અને માઇક્રોમેક્સ ડિમાન્ડ ધરાવે છે.
આ રિપોર્ટ મુજબ, ભારતીય બજારમાં નવા સ્માર્ટફોન લોન્ચ થવાને લીધે સેકન્ડ હેન્ડ સ્માર્ટફોનનાં વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે.
સેકન્ડ હેન્ડ મોબાઈલ માર્કેટનો મખ્ય સોર્સ ઓફલાઈન ચેનલ છે, જેમાં ડીલર્સ, રિટેલર્સ અને નાના દુકાનદારો સામેલ છે. વર્ષ 2019ના પ્રથમ ત્રિમાસિકગાળામાં OLX પર લિસ્ટેડ સ્માર્ટફોનમાંથી 59% સ્માર્ટફોનનું વેચાણ થયું હતું. રિપોર્ટ મુજબ ઇચ્છુક ખરીદારોએ સ્માર્ટફોનની ખરીદી વિશે ઓછામાં ઓછા 20 સવાલ પૂછ્યા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2qeF9zC
No comments:
Post a Comment