
ગેજેટ ડેસ્કઃ મોટોરોલા કંપની પોપ્યુલર સ્માર્ટવોચ 'મોટો 360'ને ફરી લોન્ચ કરવાની તૈયારીમાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ સ્માર્ટવોચનું મેન્યુફેક્ચરિંગ eBuyNow કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ નવી થર્ડ જનરેશનની વોચમાં 360 સર્ક્યુલર ડિસ્પ્લે આપવામાં આવશે, જે પહેલાં કરતાં થોડી અલગ છે. વર્ષ 2014માં કંપનીએ પ્રથમ વખત મોટો 360 લોન્ચ કરી હતી ત્યારબાદ વર્ષ 2015માં તેની સેકન્ડ જનરેશનને લોન્ચ કરવામાં આવી હતી.
થર્ડ જનરેશન 'મોટો 360'નાં બેઝિક સ્પેસિફિકેશન
- થર્ડ જનરેશનની આ સ્માર્ટવોચની કિંમત 25 હજાર રૂપિયા સુધી હોઈ શકે છે.
- સ્માર્ટવોચનું પ્રિ-બુકીંગ નવેમ્બર મહિનાથી શરૂ કરવામાં આવશે. 360.COM પરથી તેનું બુકિંગ કરાવી શકાશે.
- આ સ્માર્ટવોચને ફેન્ટમ બ્લેક, રોઝ ગોલ્ડ અને સ્ટીલ ગ્રે કલરમાં લોન્ચ કરવામાં આવશે.
- સ્માર્ટવોચ ગૂગલના વિયર OS પર રન કરશે. તેમાં 360X360 પિક્સલનું રિઝોલ્યુશન અને 1.2 ઇંચની OLED ડિસ્પ્લે આપવામાં આવી છે.
- સ્માર્ટવોચમાં કવૉલકોમ વૅર 3100 પ્રોસેસર, 1GBની રેમ અને 8GBનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે.
- થર્ડ જનરેશનની આ સ્માર્ટવોચ હાર્ટ રેટ મોનિટર, GPS અને ગૂગલ પે ફીચર આપવામાં આવ્યાં છે.
- સ્માર્ટવોચમાં 355 mAhની બેટરી આપવામાં આવી છે. તે 24 કલાક સુધી બેકઅપ આપે છે.
- એ્રન્ડ્રોઈડ 5.0+ અને iOS10.0+ ના ડિવાઇસને આ વોચ સપોર્ટ કરે છે. આ સિવાય તેમાં ઈનબિલ્ટ ગૂગલ અસિસ્ટન્ટ પણ આપવામાં આવ્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31Ykcq9
No comments:
Post a Comment