ગેજેટ ડેસ્ક: ઓનલાઇન ડેટિંગ એપ ટિંડરે હાલમાં જ દેશના 6 શહેરનો ડેટા જાહેર કર્યો છે. ટિંડર પ્રમાણે, એપમાં સૌથી વધારે રાઈટ સ્વાઇપ કરનાર શહેરમાં પૂણે સૌથી આગળ છે. જો કે, સૌથી વધારે રાઈટ સ્વાઇપમાં પૂણે પછી દિલ્હી-એનસીઆર, ચંડીગઢ, મુંબઈ, અમદાવાદ અને બેંગ્લોરનું સ્થાન આવે છે. ટિંડર એપના સૌથી વધારે એક્ટિવ યુઝર્સ દિલ્હી-એનસીરના છે, ત્યારબાદ બેંગ્લોર, પૂણે, મુંબઈ, કોલકાતા અને ચંડીગઢનું સ્થાન આવે છે.
ટિંડરના યુઝર્સ 190થી વધારે દેશોમાં
કેલિફોર્નિયાથી શરુ થયેલી ટિંડર એપ આજે એક ગ્લોબલ પ્લેટફોર્મ બની ચૂકી છે. તેના યુઝર્સ 190થી પણ વધારે દેશમાં છે. ઓગસ્ટ 2019માં 58 લાખ ઇન્સ્ટોલ સાથે ટિંડર એપ દુનિયાની સૌથી ડાઉનલોડેડ ડેટિંગ એપ બની. આ એપમાં કોઈ યુઝરની પ્રોફાઈલ સ્વાઇપ કરવાનો અર્થ છે કે યુઝર તેનામાં ઈન્ટરેસ્ટેડ છે અને જો સામેના યુઝર તરફથી પણ રાઈટ સ્વાઇપ મળી જાય તો મેચ બની જાય છે.
કમાણીમાં પણ આગળ
રિપોર્ટ પ્રમાણે વર્ષ 2019ના ફર્સ્ટ હાફમાં ટિંડર ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરમાં સૌથી વધારે કમાણી કરનાર એપ હતી. ટિંડરે 500 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ આંકડાં સ્ટોર ઇન્ટેલિજન્સ પ્પ્લેટફોર્મ સેન્સર ટાવરે આપ્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2nGmX0Y
No comments:
Post a Comment