
ગેજેટ ડેસ્કઃ LG કંપનીએ 4 મહિના પછી તેનાં સ્માર્ટફોન LG W30 પ્રોનું ભારતમાં વેચાણ શરૂ કર્યું છે. આ ફોનને ગત જૂન મહિનામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ફોનનું વેચાણ ઈ-કોમર્સ સાઈટ એમેઝોન પર શરૂ કરવામાં આવ્યું છે.
LG W30 પ્રોનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 12,490 રૂપિયા છે. આ ફોનનાં મિડનાઇટ બ્લૂ અને મિડનાઇટ પર્પલ કલર વેરિઅન્ટનું વેચાણ એમેઝોન પર કરવામાં રહ્યું છે. લોન્ચિંગ ઓફર અંતર્ગત નો-કોસ્ટ EMIની સુવિધા આપવામાં આવી રહી છે. સિટી બેંકનાં ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવાથી 10% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
LG W30 પ્રોનાં બેઝિક સ્પેસિફિકેશન
- ડ્યુઅલ સિમ સપોર્ટવાળા આ સ્માર્ટફોનમાં 6.21 ઇંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોન એન્ડ્રોઈડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ રન કરે છે. ફોનમાં ઓક્ટાકોર સ્નેપડ્રેગન 632 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 4GB રેમ અને 64GBનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે.
- ફોનમાં 13MP+ 13MP + 8MP+નું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE,ડ્યુઅલ બેન્ડ વાઈફાઈ,બ્લુટૂથ, GPS/AGPS, OTG સપોર્ટ અને ઓડિયો જેક આપવામાં આવ્યો છે. ફોનમાં 4000mAhની બેટરી આપવામાં આવી છે, જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31ZEgIN
No comments:
Post a Comment