Tuesday, 29 October 2019

સેમસંગે 'ગેલેક્સી A80'ની કિંમતમાં 8 હજાર રૂપિયાનો ઘટાડો કર્યો, કિંમત 39,990 રૂપિયા

ગેજેટ ડેસ્ક: સેમસંગ ગેલેક્સી A80ની ખરીદી કરતા ગ્રાહકો માટે સારી ખબર સામે આવી છે. કંપનીએ આ ફોનની કિંમતમાં 8 હજાર રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ ફોનને ગત જૂલાઈ મહિનામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોનમાં રોટેટિંગ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનમાં ઓક્ટા-કોર ક્વૉલકોસ સ્નેપડ્રેગન 730 પ્રોસેસર અને 3700mAhની બેટરી આપવામાં આવી છે.

આ ફોન ઓનલાઇન સ્ટોર પર 39,990 રૂપિયામાં મળી રહ્યો છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ આ ફોનની નવી કિંમતને લિસ્ટ કરવામાં આવી છે. આ ફોનની લોન્ચિંગ વખતે કિંમત 47900 રૂ,પિયા હતી, જે તેના 8GB અને 128GB વેરિએન્ટની છે.

સેમસંગ ગેલેક્સી A80નાં બેઝિક સ્પેસિફિકેશન

  • આ ફોન એન્ડ્રોઈડ 9 પાઇ ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે. ફોનમાં 6.7 ઈંચની ફુલ HD+ સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પલે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
  • ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 48MPનું પ્રાઈમરી સેન્સર, 8MPનો વાઈડ એંગલ લેન્સ અને 3D ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં ટ્રિપલ પોપ-એપ સેલ્ફી કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4GLTE, વાઈફાઈ 802.11ac, બ્લુટૂથ 5.0,GPS/A-GPS અને USB ટાઈપ-સી પોર્ટ આપવામાં આવ્યું છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Samsung reduced the price of Galaxy A80 by Rs 8,000, now the phone is priced at Rs 39,990.


from Divya Bhaskar https://ift.tt/2JuDmNS

No comments:

Post a Comment