Saturday, 30 November 2019

વ્હોટ્સએપને એકથી વધારે ડિવાઈસ પર યુઝ કરી શકાશે

ગેજેટ ડેસ્ક. ક્યારેક પોતાના નવા ફીચર્સના કારણે તો ક્યારે સિક્યોરિટી સંબંધિત બાબતોને કારણે છેલ્લા ઘણા સમયથી વ્હોટ્સએપ ચર્ચામાં છે. હવે ફેસબુકે એક ચેતવણી પણ જારી કરી છે અને એક વીડિયો સાથે સાવચેત રહેવાની જરૂર છે. ટૂંક સમયમાં નવા અપડેટની સાથે આ એપનો ઉપયોગ કરવાની મજા આવશે.

વ્હોટ્સએપ અપગ્રેડ કરીને પોતાના અકાઉન્ટને સિક્યોર રાખો
પોતાના વ્હોટ્સએપ અકાઉન્ટને સુરક્ષિત રાખવા માગતા હોય તો લેટેસ્ટ વર્ઝન અપગ્રેડ કરો. નવા વર્ઝન 2.19.274 પર એન્ડ્રોઈડ અને આઈફોન યુઝરે 2.19.100 અપગ્રેડ કરવું. તેને ચેક કરવા માટે એન્ડ્રોઈડ યુઝર, એર ઈન્ફો પર ટેપ કરો. આઈફોન યુઝર સેટિંગ્સમાં હેલ્પ સિલેક્ટ કરો.


આ ફીચર આવી રહ્યા છે

સૌથી વધારે ચર્ચા મલ્ટીપલ ડિવાઈસ સપોર્ટની થતી હોય છે. આ આવનારી એન્ડ્રોઇડ સુવિધા યુઝરને એક સાથે બે ડિવાઇસ પર તેનું એકાઉન્ટ ચાલું રાખવાની સુવિધા આપશે. ‘રજિસ્ટ્રેશન નોટિફેકશન’માં પહેલા ડિવાઈસ પર બીજા ડિવાઈસની લોગઈન નોટિફિકેશન આવશે. મેસેજમાં લખ્યું હશે કે યુઝર્સની ડિવાઈસ લિસ્ટ બદલાઈ ગઈ છે, નવા સિક્યોરિટી કોડને કન્ફર્મ કરવા માટે ટેપ કરો. હવે સિક્યોરિટી કોડ વેરિફાઈ થઈ ગયા બાદ વ્હોટ્સએપને એકથી વધારે ડિવાઈસ પર યુઝ કરી શકાશે.

ડાર્ક મોડનો ઉપયોગ કરનાર યુઝર પણ વ્હોટ્સએપ પર પણ તેને જોઈ શકશે. યૂટ્યુબ, જીમેલ અને બીજી એપની જેમ વ્હોટ્સએપને પણ યુઝર સમગ્ર સિસ્ટમમાં ફેલાયેલી ડાર્ક થીમનો યુઝ કરી શકાશે. કેટલીક જગ્યાએ ios ડિવાઈસ પર વ્હોટ્સએપમાં આ ફીચર સારી રીતે કામ કરી રહ્યા છે.

વોટ્સએપ થર્ડ-પાર્ટી એપને "પિક્ચર ઇન પિક્ચર" મોડમાં જોડવાનું પણ કામ કરી રહી છે. તેનાથી નેટફ્લિક્સના ટ્રેઇલર્સ તેને જોવા દેશે. ફિંગરપ્રિન્ટ અનલોકને ios પર રોલ કર્યા બાદ, એન્ડ્રોઈડ હેન્ડસેટ પર ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. નવા આઈફોન યુઝર તો ફેસઅનલોકિંગ ફીચરનો ઉપયોગ પણ આ એપ પર કરી શકે છે. ફિંગરપ્રિન્ટથી જો ફોન લોક છે તો પણ વીડિયો અને ઓડિયો કોલ રિસીવ કરી શકાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
WhatsApp can be used on more than one device


from Divya Bhaskar https://ift.tt/2Dt5IVi

No comments:

Post a Comment