Wednesday, 27 November 2019

ઈનફિનિક્સ કંપનીએ 'ઈનફિનિક્સ બેન્ડ 5' લોન્ચ કર્યો, કિંમત ₹ 1,799

ગેજેટ ડેસ્ક: ઈનફિનિક્સ કંપનીએ ભારતમાં કંપનીનો લેટેસ્ટ બેન્ડ ઈનફિનિક્સ બેન્ડ 5 લોન્ચ કર્યો છે. આ બેન્ડનું ખાસ ફીચર કલર IPS (ઈન પ્લેન સ્વિચિંગ) ડિસ્પ્લે છે. બેન્ડમાં હેલ્થ મેટ્રિક્સ અને સ્માર્ટફોન નોટિફિકેશનની સુવિધા આપવામાં આવી છે. આ બેન્ડ વોટરપ્રૂફ છે. આ બેન્ડ 24x7 સમય હૃદયના ધબકારાંને મોનિટર કરે છે. સિંગલ ચાર્જ પર બેન્ડ 20 દિવસનું બેકઅપ આપે છે.

કિંમત
ઈનફિનિક્સ બેન્ડ 5ની કિંમત 1,799 રૂપિયા છે. 3 ડિસેમ્બરથી ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર તેનું વેચાણ શરૂ કરવામાં આવશે. બેન્ડનાં બ્લેક, બ્લૂ અને રેડ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે. આ બેન્ડનો લુક શાઓમીના mi બેન્ડ 3i જેવો જ છે.

ઈનફિનિક્સ બેન્ડ 5નાં બેઝિક સ્પેસિફિકેશન

  • આ બેન્ડમાં 0.96 ઇંચની IPS ડિસ્પ્લે આપવામાં આવી છે.
  • બેન્ડમાં હાર્ટ રેટ સેન્સર 24 કલાક હૃદયના ધબકારાંને મોનિટર કરે છે.
  • હાર્ટ રેટ સામાન્ય કરતાં વધારે હોવાથી બેન્ડ વાઈબ્રેટ થઈને અલર્ટ કરે છે.
  • બેન્ડને સ્માર્ટફોન સાથે કનેક્ટ કરવાથી તે નોટિફિકેશન પણ શૉ કરે છે. તેના માટે યુઝર ઈનફિનિક્સલાઈફ 2.0 એપનો ઉપયોગ કરી શકે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Infinix Company launches 'Infinix Band 5', priced at ₹ 1,799


from Divya Bhaskar https://ift.tt/2OSxdwZ

No comments:

Post a Comment