Wednesday, 27 November 2019

વ્હોટ્સએપમાં ટૂંક સમયમાં 'સેલ્ફ ડિસ્ટ્રક્ટિંગ મેસેજ' નામનું ફીચર ઉમેરવામાં આવશે

ગેજેટ ડેસ્ક: વ્હોટ્સએપને લગતા ન્યૂઝને ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfo અનુસાર 'સેલ્ફ ડિસ્ટ્રક્ટિંગ મેસેજ'ને રિનેમ કરવામાં આવ્યું છે. આ ફીચરનું નામ અગાઉ 'ડિલીટ મેસેજ' હતું. આ ફીચરની મદદથી યુઝર તેણે નક્કી કરેલા સમયાનુસાર મેસેજ ડિલીટ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફીચર કેટલાક બીટા યુઝરને સપોર્ટ કરી રહ્યું છે. કંપની દ્વારા આ ફીચરને ગ્લોબલી ટૂંક જ સમયમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

WABetaInfo વેબસાઈટ અનુસાર ડિલીટ મેસેજ ફીચર ડાર્ક મોડને સપોર્ટ કરે છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ફીચર શરૂઆતમાં ગ્રૂપ ચેટ માટે જ અનેબલ કરવામાં આવશે.

આ ફીચરની મદદથી યુઝર ઓટોમેટિક મેસેજ ડિસઅપિઅર કરવા માટે નિયત સમય પસંદ કરી શકે છે. તેમાં 1 કલાક, 1 દિવસ, 1 મહિનો અને 1 વર્ષ સામેલ છે. આ ફીચર સ્નેપચેટ અને ટેલિગ્રામ એપમાં પહેલાં થી જ સપોર્ટ કરે છે.

આ ફીચર ડિલીટ મેસેજ ફોર એવરીવન ફીચરથી અલગ છે. તેમાં યુઝર મેસેજને ડિલીટ કરે તો યુઝર અને અન્ય યુઝર બંનેને મેસેજ ડિલીટ કરવામાં આવેલો છે તેવો મેસેજ ચેટમાં જોવા મળે છે. સેલ્ફ ડિસ્ટ્રક્ટિંગ મેસેજ ફીચરમાં ડિલીટ કરવામાં આવેલા મેસેજની કોઈ હિસ્ટ્રી જોવા મળતી નથી.

WABetaInfo અનુસાર વ્હોટ્સએપનાં બીટા 2.19.282 વર્ઝનમાં આ ફીચર સ્પોર્ટ થયું છે. જોકે આ ફીચરને ગ્લોબલી ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ માહિતી આપી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
WhatsApp will soon add a feature called 'self destructing message'
WhatsApp will soon add a feature called 'self destructing message'


from Divya Bhaskar https://ift.tt/34pZ7Hb

No comments:

Post a Comment