
ગેજેટ ડેસ્કઃ મોટોરોલા કંપની 15 વર્ષ પહેલાં હિટ થયેલો સ્માર્ટફોન રેઝરને ફરી માર્કેટમાં લાવશે. 'મોટો રેઝર' ફોનની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કંપની તેને કેલિફોર્નિયાના લોસ એન્જલિસમાં 13 નવેમ્બરે યોજાનારી એક ઇવેન્ટમાં લોન્ચ કરશે. આ ફોનની ખાસિયત તેની ફોલ્ડેબલ સ્ક્રીન છે. આ ફોનનાં લોન્ચિંગથી ગેલેક્સી ફોલ્ડ અને હુવાવે મેટ એક્સને સારી એવી ટક્કર મળશે.
લીક થયેલી તસવીરમાં જોઈ શકાય છે કે આ ફોન અન્ય ફોલ્ડેબલ સ્માર્ટફોન કરતા લુકમાં એકદમ અલગ છે. આ ફોનને અંદરની તરફ ફોલ્ડ કરી શકાય છે. આ ફોન તેનાં રેઝર ફ્લિપ મોડલની જેમ ફોલ્ડ થશે. કંપનીએ આ ફોન માટે વર્ષ 2017માં પેટન્ટ પણ ફાઈલ કરાવી છે.
આ ફોનને ફોલ્ડ કર્યા પછી ઉપરની તરફ એક સ્ક્રીન જોવા મળે છે. તેમાં નોટિફિકેશન, મેસેજ ઇમેઇલ અલર્ટ અને વીડિયો જોઇ શકાય છે. તેની ઉપર એક નેનો કેમેરા પણ આપવામાં આવ્યો છે, જેની મદદથી નાની સ્ક્રીનમાં પણ સેલ્ફી લઇ શકાય છે.
ફોનને અનફૉલ્ડ અથવા ફ્લિપ કરવાથી ફોનની અંદર મોટી સ્ક્રીન જોવા મળશે.
મીડિયા રિપોર્ટ અનુસાર આ ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 710 પ્રોસેસર આપવામાં આવી શકે છે. ફોનને 4GB+ 64 GB અને 6GB+128GBનાં વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ ફોનમાં 6.2 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે.
કંપનીએ 15 વર્ષ પહેલાં પ્રથમ વખત મોટોરોલા રેઝર લોન્ચ કર્યો હતો, જેમાં ફિઝિકલ કી-પૅડ આપવામાં આવ્યું હતું. નવા રેઝર મોડલમાં ફોલ્ડેબલ સ્ક્રીન આપવામાં આવી છે. આ ફોન અન્ય ફોનની સરખામણીએ સસ્તો હોઈ શકે છે. ફોનની અંદાજિત કિંમત 1.20 લાખ રૂપિયા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/323bQgH
No comments:
Post a Comment