
ગેજેટ ડેસ્કઃ બેઇજિંગની એક ઇવેન્ટમાં સ્માર્ટફોન મેકર 'શાઓમી' તેનો અપકમિંગ સ્માર્ટફોન 'Mi CC9 પ્રો' લોન્ચ કરશે. લોન્ચિંગ પહેલાં તેની રેન્ડર ઈમેજ (ગ્રાફિક્સથી બનેલી તસવીર) સામે આવી છે. આ ફોનમાં 30 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવશે. ફોનમાં પેન્ટા (પાંચ) રિઅર કેમરા સેટઅપ અને સ્નેપડ્રેગન 730G પ્રોસેસર આપવામાં આવશે.
મીડિયા રિપોર્ટ અનુસાર આ ફોનમાં વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે આપવામાં આવશે. ફોનની ચારે બાજુની બોડીને કર્વ્ડ ડિઝાઇન આપવામાં આવશે સાથે જ ફોનમાં 6.47 ઈંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવશે.
પેન્ટા રિઅર કેમેરા સેટઅપમાં પ્રાઇમરી કેમેરા 108MPનો આપવામાં આવશે. ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવશે. આ ફોનમાં 5x ડિજિટલ ઝૂમ, 10x ઓપ્ટિકલ ઝૂમ, મેક્રો મોડની સુવિધા પણ મળશે.
આ ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવશે. રેમ અને સ્ટોરેજ અનુઆર આ ફોનનાં 3 વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફોનમાં એન્ડ્રોઇડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવશે. તેને થોડા સમય બાદ એન્ડ્રોઇડ 10 માટે અપડેટ કરવામાં આવશે. જોકે ભારતમાં આ ફોનનાં લોન્ચિંગ અને તેની કિંમત વિશે કંપનીએ કોઈ જાણકારી આપી નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2PBmuZC
No comments:
Post a Comment