
ગેજેટ ડેસ્કઃ સેમસંગના અપકમિંગ સ્માર્ટફોન 'ગેલેક્સી s11 પ્લસ' તસવીર સોશિયલ મીડિયા પર લીક થઇ છે. આ તસવીરને ઓનલાઇનલિક્સ અને કેશકેરો વેબસાઈટએ લીક કરી છે. લીક થયેલી તસવીર મુજબ ફોનમાં 5 રિઅર કેમેરા સેટઅપ અને પંચહોલ ડિસ્પ્લે આપવામાં આવશે. અગાઉ ટેક વેબસાઈટ ગીકબેન્ચએ આ ફોનની તસવીરો લીક કરી હતી. તે મુજબ ફોનમાં 108MPનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ફોન 5G નેટવર્કને સપોર્ટ કરશે.
ગીકબેન્ચ વેબસાઈટ અનુસાર ગેલેક્સી S11 પ્લસને મલ્ટિ કોર ટેસ્ટમાં 2326 સ્કોર મળ્યો છે. ફોનમાં ઓક્સિનોસ 9830 પ્રોસેસર આપવામાં આવી શકે છે. ફોનમાં 12GB સુધીની રેમ પણ મળી શકે છે. સાથે જ ફોનમાં એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ મળશે.
અમેરિકના એક ટેક બ્લોગર અનુસાર આ સ્માર્ટફોનને 3 સ્ક્રીન સાઈઝમાં લોન્ચ કરવામાં આવી શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફેબ્રુઆરી 2020ના ત્રીજા સપ્તાહમાં આ ફોન લોન્ચ થઈ શકે છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગેલેક્સી s11 પ્લસ સ્માર્ટફોનમાં 6.4 ઈંચની AMOLED ડિસ્પ્લે ઓક્ટાકોર 2.73GHzનું પ્રોસેસર આપવામાં આવી શકે છે. ફોનનાં રિઅર કેમેરા સેટઅપમાં 108MP 13MP 16 MP અને 5MP સામેલ થઇ શકે છે. અપકમિંગ સ્માર્ટફોનમાં 3700mAhની બેટરી પણ આપવામાં આવી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2smnLdA
No comments:
Post a Comment