
ગેજેટ ડેસ્ક. શાઓમીએ ભારતીય માર્કેટમાં પોતાનો સસ્તો ફિટનેસ બેન્ડ 3iને લોન્ચ કર્યો છે. તેની કિંમત 1,299 રૂપિયા છે. નવા બેન્ડમાં એમોલેડ ડિસ્પ્લે સહિત 5ATM વોટર રેજિસ્ટેન્ટ, કોલ એન્ડ નોટિફિકેશન અલર્ટ, સ્ટેપ્સ એન્ડ કેલરી ટ્રેકર, 20 દિવસની બેટરી લાઈફ જેવી સુવિધા મળશે. આ બેન્ડને ગત વર્ષે લોન્ચ થેયલ Mi બેન્ડ 3ના સસ્તા વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવ્યું છે. ઓછી કિંમત હોવા છતા તેમાં હાર્ટ રેટ મોનિટર ફીચર ઉપલબ્ધ છે. ગ્રાહકો તેને Miની વેબસાઈટ https://ift.tt/2Dw7ipn પરથી ખરીદી શકે છે.
માત્ર બ્લેક કલરમાં ઉપલબ્ધ
Mi બેન્ડ 3iની કિંમત 1,299 રૂપિયા છે. તેને Miની વેબસાઈટ mi.com પરથી ખરીદી શકાય છે. અત્યારે તે માત્ર બ્લેક કલરમાં ઉપલબ્ધ છે. આ બેન્ડ વેચાણ માટે ઉપલબ્ધ છે.ગત વર્ષે લોન્ચ કરવામાં આવેલ ‘miબેન્ડ 3’ના સસ્તા વર્ઝન તરીકે આ બેન્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. લોન્ચિંગના સમયે ‘mi 3’ ની કિંમત 1,999 રૂપિયા હતી. જો કે, હવે તેને 1,799 રૂપિયામાં mi.com પરથી ખરીદી શકાય છે.
ઓફિશિયલ વેબસાઈટ https://ift.tt/2Dw7ipn તાજેતરમાં લોન્ચ થયેલ mi ‘બેન્ડ 4’ પણ વેચાણ માટે ઉપલબ્ધ છે. તેની કિંમત 2,299 રૂપિયા છે. તેમાં એમોલેડ ડિસ્પ્લે અને 20 દિવસની બેટરી લાઈફ મળશે.
mi બેન્ડ 3iના સ્પેસિફિકેશન
mi બેન્ડ 3iમાં 0.78 ઈંચની ડિસ્પ્લે હશે. તેમાં 128x80 પિક્સલ રિઝોલ્યુશનનું મોનોક્રોમ વ્હાઈટ એમોલેડ ડિસ્પ્લે હશે જે ટચ પેનલથી સજ્જ હશે. બેન્ડમાં 110MAH લિથિયમ પોલીમર બેટરી મળશે. કંપનીના જણાવ્યા પ્રમાણે, સિંગલ ચાર્જિંગમાં તે 20 દિવસ સુધી ચાલશે. તેમાં બે પોગો પિન ચાર્જિંગ પોર્ટ મળશે. તેની મદદથી તે 2.5 કલાકમાં ફૂલ ચાર્જ થશે બેન્ડમાં બ્લૂટૂથ 4.2 ક્નેક્ટિવિટીની સુવિધા મળશે. તે iOS 9.0 અથવા એન્ડ્રોઈડ 4.4 ઓપરેટિંગ સિસ્ટમ (oS) અથવા તેનાથી ઉંચા વર્ઝન પર કામ કરશે.
5ATM વોટર રજિસ્ટેટવાળા આ બેન્ડમાં આગામી ત્રણ દિવસની હવામાનની જાણકારી પણ મળશે. તેમાં વ્હાઈટબ્રેટિંગ અલાર્મ, કોલ ડિસ્પ્લે/રિજેક્શન, મેસેજ, નોટિફિકેશન, આઈડલ અલર્ટ, ફોન લોકેટર, એપ નોટિફિકેશન (વ્હોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ), ઈવેન્ટ રિમાઈન્ડર જેવા ફિચર્સથી સજ્જ છે.
આ miફિટ એપથી ક્નેક્ટ કરીને ડેલી એક્ટિવિટી અને સ્લીપ પ્રોગ્રેસની ટ્રેકિંગ કરી શકાશે. તેમાં સ્પોર્ટ્સ મોડ રનિંગ, વોકિંગ, સાઈકલિંગ અને ટ્રેડમિલ જેવી એક્ટિવિટીને ટ્રેક કરી શકાશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2L4d9GE
No comments:
Post a Comment