Wednesday, 27 November 2019

વિવોનો z સિરીઝનો સ્માર્ટફોન Vivo Z5i ચીનમાં લોન્ચ થયો

ગેજેટ ડેસ્કઃ વિવો કંપનીએ ચીનમાં z સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન Vivo Z5i લોન્ચ કર્યો છે.આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 675 પ્રોસેસર અને એન્ડ્રોઇડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. ચીનમાં સ્માર્ટફોનનાં 8GB+ 128GBનાં સિંગલ વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવ્યું છે. Vivo Z5i ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.

ચીનમાં સ્માર્ટફોનની કિંમત 1,798 ચીની યુઆન (આશરે 18,254 રૂપિયા છે). ચીનમાં ફોનનાં અગાટે બ્લેક અને ઓનિયન બ્લૂ કલર વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવ્યાં છે. ચીનમાં 28 નવેમ્બરથી આ ફોનનું વેચાણ શરૂ કરવામાં આવશે. ભારતમાં ફોનને ક્યારે અને કઈ કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ માહિતી આપી નથી.

Vivo Z5i ફોનમાં સ્ક્રીન ટુ બોડી રેશિયો 90.30% છે. ફોનમાં 128GBનં સ્ટોરેજ આપવામાં આવ્યું છે, જેને માઈક્રો SD કાર્ડની મદદથી 256GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. સિક્યોરિટી માટે ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

'Vivo Z5i'નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લેસાઈઝ 6.53 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ ફુલ HD+ (2340×1080)
OS એન્ડ્રોઇડ 9 પાઈ બેઝ્ડ ફનટચ 9.2
પ્રોસેસર સ્નેપડ્રેગન 675 SOc
રેમ 8GB
સ્ટોરેજ 128 GB
રિઅર કેમેરા 16MP (પ્રાઈમરી કેમેરા) + 8MP ( અલ્ટ્રા વાઈડ એન્ગલ લેન્સ)+ 2MP (મેક્રો લેન્સ)
ફ્રન્ટકેમેરા 16MP
બેટરી 5000mAh વિથ 18 વૉટ ચાર્જિંગ
કનેક્ટિવિટી 4G LTE, વાઈફાઈ, બ્લુટૂથ 5.0 , GPS અને 3.5mm ઓડિયો જેક


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Vivo Z series smartphone Vivo Z5i launches in China
Vivo Z series smartphone Vivo Z5i launches in China


from Divya Bhaskar https://ift.tt/2KYKRx9

No comments:

Post a Comment