
ગેજેટ ડેસ્કઃ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં જિઓની એન્ટ્રી પછી ડેટાનો ઉપયોગ ભારતમાં વધતો ગયો છે. TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા)એ એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ મુજબ વર્ષ 2019માં સપ્ટેમ્બર મહિના સુધી ભારતીયોએ 55 હજાર મિલિયન GB ડેટાનો ઉપયોગ કર્યો છે. વર્ષ 2014માં વાયરલેસ ડેટાનો કુલ ઉપયોગ 828 મિલિયન GB હતો, જે વર્ષ 2018માં 46,404 મિલિયન GB બન્યો હતો.
4G નેટવર્ક અને સસ્તા ટેરિફ પ્લાનને લીધે ડેટાનો ઉપયોગ વધ્યો
- TRAIના રિપોર્ટ મુજબ, વર્ષ 2014માં સપ્ટેમ્બર મહિના સુધી વાયરલેસ ડેટાના સબસ્ક્રાઇબર્સની સંખ્યા 281.58 મિલિયન હતી, જે વર્ષ 2019માં સપ્ટેમ્બર મહિના સુધી 664.80 મિલિયન પર પહોંચી હતી. વર્ષ 2014થી સબસ્ક્રાઇબર્સની સંખ્યામાં 36.36%ના દરે વાર્ષિક વધારો થયો હતો.
- રિપોર્ટ અનુસાર વર્ષ 2017માં કુલ 20,092 મિલિયન GB ડેટાનો ઉપયોગ થયો હતો જે વર્ષ 2016માં 4,642 મિલિયન GB હતો.
- ટેલિકોમ રેગ્યુલેટર્સના જણાવ્યા અનુસાર કમ્યૂનિકેશન અને મનોરંજન માટે ગત 4 વર્ષોમાં આશા કરતાં વધારે વૃદ્ધિ જોવા મળી છે. નવી ટેલિક્મ્યૂનિકેશન સર્વિસ પ્રાયોરિટી અને 4G ટેક્નોલોજીને લીધે સતત ઈનોવેશન આવવાથી આગામી વર્ષોમાં ડેટાના ઉપયોગમાં આ વર્ષ કરતાં પણ વધારે વૃદ્ધિ જોવા મળશે.
- મોબાઈલ નેટવર્કમાં 2Gથી 4G નેટવર્કમાં અપગ્રેડેશન અને ઓછી કિંમતના સ્માર્ટફોનને લીધે મોબાઇલ ઇન્ટરનેટ સબ્સ્ક્રિપ્શનની સંખ્યામાં વાધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત ટેલિકોમ કંપનીઓના સસ્તા ટેરિફ પ્લાનને લીધે ડેટાનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા વધી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MALIoI
No comments:
Post a Comment