Saturday, 28 December 2019

વર્ષ 2020માં લોન્ચ થનારાં ‘એપલ આઇપેડ 2020’ની તસવીરો સોશિયલ મીડિયા પર લીક થઇ

ગેજેટ ડેસ્કઃ ટેક જાયન્ટ એપલ વર્ષ 2020માં ‘એપલ આઇપેડ 2020’ લોન્ચ કરશે. લોન્ચિંગ પહેલાં તેની તસવીરો સોશિયલ મીડિયામાં લીક થઈ છે. એપલ કંપનીની પ્રોડક્ટ્સ વિશે જાણકારી આપતો ટિપ્સટર સ્ટીવએ તેનાં ટ્વિટર પર આઇપેડ 2020ની તસવીરો શેર કરી છે. આ તસવીરો મુજબ અપકમિંગ આઈપેડમાં ‘આઈફોન 11 પ્રો’ જેવું કેમેરા સેટઅપ આપવામાં આવશે.

@OnLeaks ટ્વિટર હેન્ડલ પર લીક કરવામાં આવેલી તસવીરો મુજબ આઈપેડમાં 3 કેમેરા અને 1 LED ફ્લેશ લાઈટનું સેટઅપ મળશે. આ સેટઅપ સાથે એક માઈક્રોફોન પણ અટેચ કરવામાં આવ્યો છે.
આઇપેડનાં 2 ડિસ્પ્લે સાઈઝ વેરિઅન્ટ લોન્ચ થઈ શકશે

iGeeksblog વેબસાઈટ પર આઈપેડનાં 11 ઇંચ અને 12.6 ઇંચનાં વેરિઅન્ટની રેન્ડર્સ (ગ્રાફિક્સથી બનેલી તસવીરો) શેર કરવામાં આવ્યાં છે. રેન્ડર્સ મુજબ નવાં આઈપેડમાં બેઝલ એરિયા વધારે આપવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Pictures of 'Apple iPad 2020' to launch in 2020 leaked on social media


from Divya Bhaskar https://ift.tt/357mMvo

No comments:

Post a Comment