
ગેજેટ ડેસ્કઃ જળવાયુ પરિવર્તનની ભયાનકતાને દર્શાવતો શબ્દ ‘ક્લાઇમેન્ટ ઇમર્જન્સી’ ઓક્સફર્ડ ડીક્શનરીનો વર્ડ ઓફ ધ યર બન્યો છે. આ શબ્દને સામેલ કરવાનો શ્રેય જળવાયુ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગને આપવામાં આવ્યો છે. આ વર્ષના સૌથી પ્રભાવશાળી શબ્દની રેસમાં ‘ઇકો-એન્ઝાઇટી’ શબ્દ બીજો મહત્ત્વ શબ્દ બન્યો છે. દુનિયાભરમાં જળવાયુ પરિવર્તનને લઈને લખવામાં આવેલાં ક્લાઈમેટ ક્રાઈસિસ, ક્લાઇમેટ ડિનાયલ જેવાં શબ્દોનું મહત્ત્વ સમજાવા માટે ઓક્સફર્ડએ ‘ક્લાઇમેન્ટ ઇમર્જન્સી’ શબ્દની પસંદગી કરી છે.
‘ક્લાઇમેન્ટ ઇમર્જન્સી’ શબ્દએ શા માટે બાજી મારી
જળવાયુ પરિવર્તનની અસર દુનિયાભરમાં માણસોથી લઈને પ્રાણી પર અસર પડે છે. સંયુક્ત રાષ્ટ્રની ક્લાઇમેન્ટ સમિટમાં જળવાયુ પરિવર્તન પર ગ્રેટા થનબર્ગએ ઊભા કરેલા સવાલોએ દુનિયાભરને વિચારવા માટે મજબૂર કર્યા હતા. આ શબ્દ ગૂગલ ટ્રેન્ડમાં સામેલ થયો હતો અને તેણે ‘ઇકો-એન્ઝાઇટી’ શબ્દને પાછળ ધકેલ્યો હતો. જળવાયુ પરિવર્તન અને માણસોની ગતિવિધિઓથી પર્યાવરણને થતાં નુકસાન વિશે ચિંતા વ્યક્ત ‘કરવી તેને ‘ઇકો-એન્ક્ઝાયટી’ કહેવાય છે.

ગત વર્ષ કરતાં આ વર્ષે ‘ક્લાઇમેન્ટ ઇમર્જન્સી’ શબ્દ 100 ગણો વધારે કોમન હતો
ઓક્સફર્ડની વેબસાઈટ અનુસાર, ‘ઇકો એન્ઝાઇટી’ને નિષ્ણાતોએ મેન્ટલ ડિસઓર્ડરમાં સામેલ કરવામાં આવ્યો નથી, પરંતુ ક્લાઈમેટ ઇમર્જન્સીની અસર યુવાનોનાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર થાય છે. ઓક્સફર્ડ કોપર્સે વર્લ્ડ ઓફ ધ યરની ઘોષણા કરવા માટે 210 કરોડ શબ્દનો ડેટા એકત્રિત કર્યો હતો. શબ્દોનાં વિશ્લેષણમાં સામે આવ્યું કે ગત વર્ષની સરખામણીએ વર્ષ 2019માં ક્લાઇમેન્ટ ઇમર્જન્સી શબ્દ 100 ગણો વધારે કોમન હતો. ગૂગલ ટ્રેન્ડ અનુસાર, આ શબ્દને માર્ચ મહિનામાં સૌથી વધારે સર્ચ કરવામાં આવ્યો હતો.
સૌથી ચર્ચિત શબ્દ ચડ્ડી
ઓક્સફર્ડે વર્ષભરમાં ત્રણ વખત ઓક્ટોબર, માર્ચ અને જૂન મહિનામાં 1400 શબ્દો સામેલ કર્યા છે. તેમાં સૌથી વધારે ચર્ચિત શબ્દ ચડ્ડી છે. માર્ચ મહિનામાં સામેલ થનારા 650 શબ્દોમાં આ શબ્દ સૌથી વધારે ચર્ચામાં રહ્યો. વર્ષ 1990માં આ શબ્દની શરૂઆત ભારતીયોના ચૂડીદાર શબ્દથી થઈ છે. આ શબ્દ વધારે ચર્ચામાં આવવા પાછળ બ્રિટિશ કોમેડી શો ગોડેસ ગ્રેશિયસ મીને પણ જવાબદાર માનવામાં આવે છે. તેમાં આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
બોલાચાલીમાં વપરાતા શબ્દો જેણે ડિક્શનરીમાં જગ્યા બનાઈ
અંગ્રેજ: ભારતમાં વપરાતા આ શબ્દને આ વર્ષે ઓક્સફર્ડ ડિક્શનરીમાં લાગ્યા મળી, તેનો અર્થ બ્રિટિશ નાગરિક છે
જિમ બની(gym bunny) : આ એવા વ્યક્તિ માટે વાપરવામાં આવે છે જે પોતાનો સમય જિમમાં કે કસરત પાછળ ખર્ચે છે. સામાન્ય વાતચીતમાં ઘણા લોકોએ આ શબ્દનો ઉપયોગ કરે છે.
ડ્રેગન ફ્રૂટ: આ એક દુનિયાભરમાં પોપ્યુલર થઈ રહેલું ફળ છે. ફળના અલગ-અલગ ભાગમાં લાલ, ગુલાબી, પીળો અને લીલો રંગ દેખાય છે.
ફંટૂશ(fantoosh) : ડિક્શનરી પ્રમાણે આ શબ્દનો અર્થ દેખાડો કે કોઈ ફેન્સી કે નાજુક વસ્તુનું મહત્ત્વ બતાવવું એમ થાય છે.
ફેક ન્યૂઝ (fake news) : આ શબ્દને ઓક્ટોબરમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેનો અર્થ ખોટા સમાચારથી લોકોને ભ્રમિત કરવો તેમ થાય છે. ઓક્સફર્ડ
ડિક્શનરીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે, ફેક ન્યૂઝ શબ્દ અમેરિકામાં 2016માં રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન ઘણો પ્રચલિત થયો હતો, પણ આ શબ્દ 1890ના સમયનો છે.
A notable entry in the October update to the OED is the term ‘fake news’.
— The OED (@OED) October 9, 2019
Although it was popularized in 2016 during the US presidential election campaign, did you know that 'fake news' can be dated back to 1890?
(1/3) pic.twitter.com/0SnPW23FMq
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2QqQshF
No comments:
Post a Comment