Sunday, 29 December 2019

વર્ષ 2019માં LG કંપનીએ પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન ‘G8X ThinQ’ લોન્ચ કર્યો, એપલનાં ‘આઈફોન XR’ની ડિમાન્ડ સૌથી વધુ

ગેજેટ ડેસ્કઃ વર્ષ 2019નું છેલ્લું અઠવાડિયું ટેક વર્લ્ડ માટે ચર્ચાસ્પદ રહ્યું હતું. ઘણી કંપનીઓએ પોતાની લેટેસ્ટ પ્રોડક્ટને માર્કેટમાં લોન્ચ કરી છે. સેમસંગે ‘ગેલેક્સી A30s’નું 128GB વેરિઅન્ટ લોન્ચ કર્યું તો સાથે LG કંપનીએ તેનો ફોલ્ડેબલ સ્માર્ટફોન LG ‘G8X ThinQ’ને લોન્ચ કર્યો છે. તેની કિંમત 50,000 રૂપિયા છે. વિવો કંપનીએ વર્ષના અંતે તેનાં સ્માર્ટફોન ‘વિવો S1 પ્રો’ની લોન્ચિંગ તારીખ વિશે માહિતી આપી છે. ટેક ફર્મ કાઉન્ટર પોઈન્ટના રિપોર્ટ અનુસાર ‘આઈફોન XR’ સૌથી ડિમાન્ડિંગ સ્માર્ટફોન રહ્યો છે.

1. સેમસંગ ગેલેક્સી A30s

સેમસંગ ગેલેક્સી A30s

સેમસંગે ગેલેક્સી A30sને 128GB સ્ટોરેજ વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે. આ વેરિઅન્ટની કિંમત 15,999 રૂપિયા છે. તેમાં 64GB વેરિઅન્ટ પહેલેથી આવી ગયું છે. બંને વેરિઅન્ટ 4GB રેમની સાથે આવે છે. નવા વેરિઅન્ટને ઓફલાઈન રિટેલર્સની સાથે ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી પણ ખરીદી શકાશે. ફોનમાં વોટરડ્રોપ ડિસ્પ્લે નોચ અને ટ્રિપલરિઅર કેમેરા આપ્યો છે.

2. ગેલેક્સી સ્માર્ટ વોચ એક્ટિવ-2 4G

ગેલેક્સી સ્માર્ટ વોચ એક્ટિવ-2 4G


સેમસંગ ગેલેક્સી વોચ એક્ટિવ-2નાં 4G વેરિઅન્ટને લોન્ચ કર્યું છે. તેની કિંમત 35,990 રૂપિયા છે. આ વોચ ઓટો ટ્રેકિંગ એક્ટિવિટીની સાથે વોકિંગ, રનિંગ, સાઇક્લિંગ, રોવિંગ, ડાયનમિક વર્કઆઉટ અને સ્વિમિંગ એક્ટિવિટી પણ મળે છે. લેટેસ્ટ વોચમાં તમને રનિંગ કોચ એક્ટિવિટી મળશે, જે દોડવામાં તમને ગાઈડ કરશે.

3. બ્રિક્સનું બ્લુટૂથ કરાઓકે માઈક

કરાઓકે માઈક​​​​​


કમ્પ્યુટર એક્સેસરીઝ બનાવનારી કંપની બ્રિક્સે વાયરલેસ બ્લુટૂથ કરાઓકે માઈક લોન્ચ કર્યું છે. આ માઈકને કસ્ટમર એમેઝોન ઈન્ડિયાનો વેબસાઈટ પરથી ખરીદી શકશે. તેની કિંમત 574 રૂપિયા છે. કંપનીએ માઈકને ક્રિસમસના તહેવાર પર લોન્ચ કર્યું છે. આ માઈક ઘણા ફીચરથી ભરપૂર છે.

4. LG G8X ThinQ

LG G8X ThinQ


LGએ ભારતીય માર્કેટમાં પોતાના ડ્યુઅલ ડિસ્પ્લેવાળો સ્માર્ટફોન LG G8X ThinQ લોન્ચ કર્યો છે. ભારતમાં તેની કિંમત 49,999 રૂપિયા છે. આ સ્માર્ટફોન ડ્યુઅલ એક્સેસરીઝની સાથે આવે છે, તેની બીજી સ્ક્રીનને ઉપયોગ પ્રમાણે જોડી પણ શકાય છે અને અલગ પણ કરી શકાય છે. આ ફોન અરોરા બ્લેક કલર વિકલ્પમાં અવેલેબલ છે.

5. વિવો S1 લોન્ચિંગ ડેટ

વિવો s1 પ્રો


ચાઈનીઝ સ્માર્ટફોન કંપની વિવો 4 જાન્યુઆરીએ પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન વિવો S1 પ્રો ભારતમાં લોન્ચ કરશે. હાલમાં કંપનીએ ટ્વિટર પર ફોનની લોન્ચિંગ ડેટની માહિતી આપી હતી. તો બીજી તરફ એમેઝોન પર પણ ફોનનું ટીઝર પણ લોન્ચ કર્યું હતું. કંપનીએ હાલમાં ફોનની કિંમતને લઈને કોઈ ખુલાસો કર્યો નથી, પણ આશરે આ ફોનની કિંમત 22 હજાર રૂપિયા સુધીની હોઈ શકે છે.

6. ઓપો ટ્રુલી વાયરલેસ ઈયરફોન ઈંકો ફ્રી

ઓપો ઈંકો ફ્રી


અમુક દિવસ પહેલાં ઓપ્પોની સબ-બ્રાન્ડ રિઅલમીએ ભારતના માર્કેટમાં પોતાના ટ્રુલી વાયરલેસ હેડફોન 'રિઅલમી બડ્સ એર' લોન્ચ કર્યા છે. હાલ કંપનીએ તેને ચીનમાં જ લોન્ચ કર્યા છે. તેની કિંમત આશરે 7 હજાર રૂપિયા છે. આ બડ્સ પિન્ક, વ્હાઈટ અને બ્લેક વિકલ્પમાં છે. કંપની તેને ટૂંક સમયમાં ભારતમાં પણ લોન્ચ કરી શકે છે.

7. નોકિયા 2.3નું વેચાણ શરુ

નોકિયા 2.3


ગત મહિને લોન્ચ થયેલા નોકિયા 2.3નું વેચાણ શરુ થઈ ગયું છે. કંપનીએ આ ફોનને સિંગલ વર્ઝનની સાથે માર્કેટમાં લોન્ચ કર્યો છે. તેની કિંમત 8,199 રૂપિયા છે. ફોનમાં 2 GB રેમ અને 32GBનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. તેમાં 6.2 ઇંચની HD+ ડિસ્પ્લે, ડ્યુઅલ કેમેરા, મીડિયાટેક હીલિયો A22 પ્રોસેસર અને 4000mAhની બેટરી આપવામાં આવી છે.કંપની આ ફોન પર રિપ્લેસમેન્ટ ગેરંટી અને એક્સેસરીઝ પર 6 મહિનાની વોરંટી આપે છે.

8. રિઅલમી X2 પ્રોનાં માસ્ટર એડિશનનું વેચાણ શરુ

રિઅલમી X2 પ્રો માસ્ટર એડિશન

ભારતમાં ‘રિઅલમી X2 પ્રો’નું વેચાણ શરૂ થઈ ગયું છે. તેનાં આ વેરિઅન્ટને ડિઝાઈનર નાઉટો ફુકાસાવાએ ડિઝાઇન કરી છે. ભારતમાં તેનાં રેડ અને કોંક્રીટ કલર વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવ્યાં છે. આ ફોનમાં 12GBની રેમ અને 256GB સ્ટોરેજ મળે છે. આ એડિશનની કિંમત 34,999 રૂપિયા છે.

9. શાઓમી 60W ચાર્જર લોન્ચ

શાઓમી 60W ચાર્જર


શાઓમીએ તેનાં 60 વૉટના ચાર્જરને ગ્લોબલી લોન્ચ કર્યું છે. તેમાં 3 ચાર્જિંગ પોર્ટ મળે છે. તેમાંથી 2 USB પોર્ટ અને 1 ટાઈપ-સી ઇન્ટરફેસ સામેલ છે. ટાઈપ-સી પોર્ટમાં 60 વૉટ આઈટપુટ પાવર મળે છે.


10. રિઅલમી X2 સ્માર્ટફોન ઓપન સેલમાં ઉપલબ્ધ

રિઅલમી X2

ચાઈનીઝ ટેક કંપનીનો મિડરેન્જ સ્માર્ટફોન ‘રિઅલમી X2’ હવે ઓપન સેલમાં ઉપલબ્ધ છે. કંપનીએ ગત અઠવાડિયે તેનાં ફ્લેશ સેલનું આયોજન કર્યું હતું. હવે ફોનની ખરીદી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ, ફ્લિપકાર્ટ સહિત અનેક પ્લેટફોર્મ પરથી ખરીદી શકાય છે. જોકે આ ઓપન સેલ ક્યાં સુધી રહેશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.

11. હુવાવે કંપનીએ ટ્રિપલ ફ્લિપ કેમેરા સેટઅપની પેટન્ટ ફાઈલ કરાવી

હુવાવે ​​​​​​પેટન્ટ ઈમેજ


આસુસ કંપની બાદ હવે ચાઈનીઝ ટેક કંપની હુવાવેએ ફ્લિપ કેમેરા સેટઅપવાળા સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ ફોનમાં 3 કેમેરા એક સાથે રોટેટ કરશે. કંપનીએ 9 જાન્યુઆરી 2019માં વર્લ્ડ ઇન્ટલએક્ચ્યુઅલ પ્રોપર્ટીમાં તેની પેટન્ટ ફાઈલ કરાવી હતી, જેને 17 ડિસેમ્બરે મંજૂરી મળી છે.


12. શાઓમી સ્માર્ટ ઇન્ટરનેટ રેફ્રિજરેટર

યુનમી ઇન્ટરનેટ રેફ્રિજરેટર


ચાઈનીઝ ટેક કંપની શાઓમીએ ગ્લોબલ માર્કેટમાં ‘યુનમી ઇન્ટરનેટ રેફ્રિજરેટર’ રજૂ કર્યું છે. 3 ડોર ડિઝાઇનવાળા આ ફ્રીજની ક્ષમતા 408 લિટરની છે. તેના દરવાજા પર 21 ઇંચની સ્માર્ટ સ્ક્રીન લગાવવામાં આવી છે. તેની મદદથી યુઝર રેસિપી જોઈ શકે છે. આ સ્ક્રીન વોઇસ કમાન્ડ ફીચરને સપોર્ટ કરે છે. યુઝર સ્ક્રીનની મદદથી ફ્રીજની અંદરનું તાપમાન અને બહારનાં વાતાવરણનું તાપમાન જાણી શકે છે.

13.એપલનો ‘આઈફોન XR’ સૌથી ડિમાન્ડિંગ ફોન

આઈફોન XR


ટેક્નોલોજી માર્કેટ રિસર્ચ ફર્મ કાઉન્ટર પોઇન્ટએ દુનિયાભરમાં સૌથી વધારે વેચાણ થયેલાં સ્માર્ટફોનનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં 1 જુલાઈથી 3 સપ્ટેમ્બર સુધીનો ડેટા સામેલ છે. આ લિસ્ટમાં એપલ કંપનીનો ‘આઈફોન XR’ 3% માર્કેટ શેર સાથે પ્રથમ ક્રમાંકે છે. ટોપ-10 લિસ્ટમાં સેમસંગ અને ઓપોના 3 સ્માર્ટફોન સામેલ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
In 2019, LG launched the first foldable smartphone 'G8X ThinQ', the highest demand of Apple's iPhone XR


from Divya Bhaskar https://ift.tt/2Q6IefG

No comments:

Post a Comment