Sunday, 29 December 2019

આ વર્ષે ‘રેડમી 7A’, ‘ઓપો A5s’ સહિતના સ્માર્ટફોન ચર્ચામાં રહ્યાં, ‘રિઅલમી C2’નાં 10 લાખ યુનિટ્સનું વેચાણ થયું

ગેજેટ ડેસ્કઃ વર્ષ 2019માં અનેક ટેક કંપનીએ પોતાના મિડરેન્જથી હાઈરેન્જના સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. એપલ, સેમસંગ અને વનપ્લસ કંપનીએ હાઈરેન્જ સ્માર્ટફોન લોન્ચ કર્યા તો 10 હજાર રુપિયાની અંદરનાં બજેટમાં પણ અનેક સ્માર્ટફોન લોન્ચ થયા છે. ચાઈનીઝ ટેક કંપની શાઓમીએ રેડમી 7A, રેડમી 7, રેડમી 8 અને રેડમી 8Aને લોન્ચ કર્યા છે. સાથે જ કોરિયાઈ ટેક કંપની સેમસંગે ગેલેક્સી M30, ગેલેક્સી M30s, ગેલેક્સી M20 અને ગેલેક્સી M10 સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. ચાઈનીઝ ટેક કંપની રિઅલમીએ પણ અનેક બજેટ સ્માર્ટફોનને લોન્ચ કર્યા છે. કંપનીએ 1 વર્ષ કરતાં પણ ઓછા સમયમાં 80 લાખ સ્માર્ટફોનનું શિપમેન્ટ કર્યું છે. કંપનીએ ‘રિઅલમી c2’ સ્માર્ટફોનનાં 10 લાખ યુનિટ્સનું વેચાણ કર્યું છે.

રેડમી 7A
આ ફોનને રેડમી 6Aનાં અપગ્રેડેડ વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનમાં કવૉલકોમ સ્નેપડ્રેગન 493 પ્રોસેસર, સોની IMAX 486 સેન્સર અને 4000mAhની બેટરી આપવામાં આવી છે. આ ફોનનાં બેઝિક વેરિએન્ટની કિંમત 5,799 રૂપિયા છે. ફોનમાં 5.45 ઇંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનનાં સ્ટોરેજને 256GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.

સેમસંગ ગેલેક્સી M10
આ ફોન જાન્યુઆરીમાં લોન્ચ થયેલો હોવા છતાં વર્ષના અંત સુધી પોપ્યુલર રહ્યો. ફોનની પ્રારંભિક કિંમત 7,990 રૂપિયા છે. ફોનમાં 6.2 ઇંચની HD+ ડિસ્પ્લે અને ઓક્સિનોસ 7870 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોટોગ્રાફી માટે ફોનમાં 13MP અને 5MPનું રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 5MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં 3400mAhની બેટરી આપવામાં આવી છે.

રિઅલમી c2
કંપનીના આ સ્માર્ટફોનનું સૌથી વાધારે વેચાણ થયું છે. આ ફોનમાં ડ્યુઅલ નેનો સિમ ઓપ્શન, કલર os 6.0 પર બેઝ્ડ એન્ડ્રોઇડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ અને ઓક્ટાકોર મીડિયાટેક હિલિયો p22 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 6.1 ઇંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિસ્પ્લેમાં ગોરીલા ગ્લાસ 3નું પ્રોટેક્શન આપવામ આવ્યું છે. ફોનમાં 13MP અને 2MPનું રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 5MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં 2GB અને 3GB રેમનાં ઓપ્શન આપવામાં આવ્યાં છે.

ઓપો A5s

ઓપો કંપનીનો આ ફોન એપ્રિલ મહિનામાં લોન્ચ થયો હતો. ફોનની પ્રારંભિક કિંમત 9,990 રૂપિયા છે. ફોનમાં 6.2 ઇંચની LCD (લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે) વોટરડ્રોપ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં 13MP અને 2MP રિઅર કેમેરા સેટઅપ છે. ફોનમાં 4230mAhની બેટરી આપવામાં આવી છે. આ ફોનનાં 2GB+32GB અને 4GB+64GB વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે.

વિવો U20
વિવો કંપનીના આ U સિરીઝના સ્માર્ટફોનની પ્રારંભિક કિંમત 10,990 રૂપિયા છે. ફોનમાં કવૉલકોમ સ્નેપડ્રેગન 675 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 6.53 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે મળે છે. ફોનમાં 16MP+8MP+2MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Smartphones including 'Redmi 7A', 'Opo A5s' launched in 2019, Realme sold 10 lakh units of 'Realme C2'
વિવો U20
રેડમી 7A


from Divya Bhaskar https://ift.tt/2QwvEWg

No comments:

Post a Comment