
ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની રિઅલમી 7 જાન્યુઆરીએ ‘રિઅલમી X50 5G’ સ્માર્ટફોનને ચીનમાં લોન્ચ કરશે. ઇન્ટરનેટ પર ફોનની રેન્ડર્સ (ગ્રાફિક્સથી બનેલી તસવીરો) વાઇરલ થઇ રહી છે. આ તસવીરોમાં ફોનમાં ફિંગર પ્રિન્ટ સેન્સર જોવા મળે છે.
રિઅલમી પ્રોડક્ટના ડાયરેક્ટર વેંગ વાઈ ડેરેક દ્વારા રજૂ કરવામાં આવેલાં રેન્ડર્સમાં ફોનની જમણી બાજુને દર્શાવવામાં આવી છે. તે ફોનનું ફિંગર પ્રિન્ટ સેન્સર દર્શાવે છે. જોકે રિઅલમી x સિરિઝનાં તમામ સ્માર્ટફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. તેથી આ ફોનનાં રેન્ડર્સમાં અલગથી ફિંગર પ્રિન્ટ સેન્સર જોવા મળતા આ ફોન અલગ તરી આવે છે.
કંપનીએ આ ફોનનાં કેમેરા સેમ્પલ્સને પણ રજૂ કર્યા છે. ડેરેકે ફોનનાં કેટલાક સ્ક્રીનશોર્ટ રજૂ કર્યા છે, તેમાં ફોનની બેટરી ક્ષમતાને દર્શાવવામાં આવી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફોન 2 દિવસનું બેટરી બેકઅપ આપશે. કંપનીએ ફોનની કિંમત અને અન્ય સ્પેસિફિકેશન વિશે કોઈ માહિતી સ્પષ્ટ કરી નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/39nnCYf
No comments:
Post a Comment