
ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની વિવો તેનો લેટેસ્ટ સ્માર્ટફોન ‘વિવો s1 પ્રો’ને 4 જાન્યુઆરી 2020માં ભારતમાં લોન્ચ કરશે. વિવો ઇન્ડિયાનાં ટ્વિટર પર ફોનનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝરમાં ફોનની લોન્ચિંગ તારીખ વિશે માહિતી આપી છે. આ સિવાય ઈ-કોમર્સ સાઈટ એમેઝોનએ પણ ફોનનું ટીઝર પેજ રિલીઝ કર્યું છે. જોકે કંપનીએ તેની કિંમત વિશે કોઈ ખુલાસો કર્યો નથી.
આ ફોનને ફિલીપીન્સમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનમાં ડાયમંડ શેપ ડિઝાઇનવાળું કેમરા સેટઅપ આપવામાં આવ્યું છે. ભારતમાં લોન્ચ થનારાં વેરિઅન્ટમાં પંચ હોલ ડિસ્પ્લે આપવામાં આવી શકે છે.
ફોનમાં ફનટચ વિથ એન્ડ્રોઇડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ અને સ્નેપડ્રેગન 665 પ્રોસેસર મળી શકે છે. ફોનમાં 3.38 ઇંચની ફુલ HD+ પંચ હોલ ડિસ્પ્લે આપવામાં આવશે.
કેમેરા સેટઅપ
ડાયમંડ શેપ રિઅર કેમેરા સેટઅપમાં 48MP+ 8MP+ 2MP + 2MP ના લેન્સ આપવામાં આવશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા પણ આપવામાં આવશે.
કનેક્ટિવિટી
સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સરની સુવિધા આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G, વાઈફાઈ 802.11, બ્લુટૂથ 5.0, GPS, USB ટાઈપ-સી પોર્ટ અને 3.5mmનો ઓડિયોજેક મળશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/367IwJ0
No comments:
Post a Comment