
ગેજેટ ડેસ્કઃ ટેક જાયન્ટ એપલ વર્લ્ડ વાઈલ્ડ લોકપ્રિયતા ધરાવે છે. ભારતમાં પણ તેની ડિમાન્ડમાં વધારો થયો છે. ‘આઈફોન XR’ અને ‘આઈફોન 11’ની ડિમાન્ડને લીધે એપલ કંપનીનો ગ્રોથ વર્ષ 2019ના ચોથા ત્રિમાસિકગાળામાં 41% વધ્યો છે. ટેક્નોલોજી માર્કેટ રિસર્ચ કંપની કાઉન્ટપોઈન્ટના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. કંપની સ્માર્ટફોન માર્કેટમાં 2%નો શેર ધરાવે છે.
વર્ષ 2019ના ચોથા ત્રિમાસિકગાળામાં એપલ કંપનીના શિપમેન્ટ્સમાં 6%નો વધારો થયો છે. વર્ષ 2019ના બીજા અને ત્રીજા ત્રિમાસિકગાળામાં ‘આઈફોન XR’ બેસ્ટ સેલર રહ્યો છે.
વર્ષ 2019ના ત્રીજા ત્રિમાસિકગાળામાં દુનિયાભરનાં સૌથી વધારે વેચાણ થયેલાં સ્માર્ટફોનનાં લિસ્ટમાં‘આઈફોન XR’ ટોચનાં સ્થાને રહ્યો હતો. ‘આઈફોન XR’ની કિંમતમાં કરવામાં આવેલાં ઘટાડા અને ‘આઈફોન 11’ સિરીઝ પર EMI અને કેશબેક ઓફરને કારણે ફોનની ડિમાન્ડ વધી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/37qAawt
No comments:
Post a Comment