Saturday, 25 January 2020

સેમસંગના ગેલેક્સી સિરીઝનાં અપકમિંગ સ્માર્ટફોન S20, S20+ અને S20 અલ્ટ્રાનાં સ્પેસિફિકેશન લીક થયાં

ગેજેટ ડેસ્કઃ સેમસંગ કંપનીના ગેલેક્સી સિરીઝનાં અપકમિંગ સ્માર્ટફોન ગેલેક્સી S20, ગેલેક્સી S20+ અને ગેલેક્સી S20 અલ્ટ્રા લોન્ચ થતાં પહેલા જ ચર્ચાનો વિષય બન્યા છે. થોડા દિવસ અગાઉ જ ગેલેક્સી S20+ સ્માર્ટફોનની તસવીરો લીક થઇ હતી. હવે આ તમામ ફોનનાં સ્પેસિફિકેશન લીક કરતો વીડિયો સામે આવ્યો છે. યૂ-ટ્યુબ પર સ્માર્ટફોનની માહિતી આપતી ચેનલ Mobile Fun દ્વારા આ વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે.

આ વીડિયો અનુસાર, ગેલેક્સી S20 સિરીઝના તમામ સ્માર્ટફોનમાં ‘ગેલેક્સી A51’ જેવું રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવશે. ગેલેક્સી S20માં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ અને ગેલેક્સી S20+ તેમજ ગેલેક્સી S20 અલ્ટ્રામાં 4 રિઅર કેમેરા સેટઅપ મળશે. તમામ સ્માર્ટફોનમાં લંબચોરસ કેમેરા સેટઅપ આપવામાં આવશે.

વીડિયોમાં જોઈ શકાય છે કે આ સિરીઝનાં સ્માર્ટફોનમાં પંચ હોલ ડિસ્પલે મળશે. ફોનની જમણી બાજુએ વોલ્યુમ અને પાવર બટન આપવામાં આવશે. S20 સિરીઝમાં રાઉન્ડેડ બેઝલ્સ આપવામાં આવશે.
ગેલેક્સી S20માં 6.3ની અને ગેલેક્સી S20+માં 6.7 ઈંચની અને ગેલેક્સી S20 અલ્ટ્રામાં 6.9 ઈંચની ડિસ્પલે આપવામાં આવી શકે છે. S20 અલ્ટ્રામાં 108MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગેલેક્સી S20 સિરીઝમાં 120Hzનો રિફ્રેરેટ ધરાવતી ડિસ્પલે અને સ્નેપડ્રેગન 865 પ્રોસેસર આપવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Samsung Galaxy S20 Series Upcoming Smartphone S20, S20 + and S20 Ultra Specifications Leaked


from Divya Bhaskar https://ift.tt/2NWJGA3

No comments:

Post a Comment