
ગેજેટ ડેસ્ક: સેમસંગ કંપનીએ ભારતના માર્કેટમાં A સિરીઝનો નવો સ્માર્ટફોન A51 લોન્ચ કર્યો છે. આ ફોનમાં ઈન્ફિનિટી-0 ડિસ્પ્લે સહિત ચાર રિયર કેમેરા મળશે. હાલ કંપનીએ ભારતમાં આ ફોન સિંગલ વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે. યુઝરને ફોનમાં 6 GB રેમ અને 128 GB સ્ટોરેજ મળશે. ફોનની કિંમત 23,999 રૂપિયા છે. તેનું વેચાણ 31 જાન્યુઆરીથી શરુ થશે. કંપનીએ ગયા મહિને ગેલેક્સી A51ને A71ની સાથે વિયેતનામમાં લોન્ચ કર્યો હતો, તેની કિંમત 24,600 રૂપિયા છે.
ફોનમાં 4000 mAhની બેટરી છે, જે 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનું કહેવું છે કે, માત્ર 10 મિનિટના ચાર્જિંગમાં યુઝર 3 કલાક કોલિંગ, 3 કલાક વીડિયો કન્સ્પશન, 10 કલાક મ્યુઝિક પ્લેબેક ટાઈમ મળશે. ફુલ ચાર્જમાં યુઝર 19 કલાક સુધી વીડિયો જોઈ શકે છે.
ગેલેક્સી A51 સ્માર્ટફોનનાં સ્પેસિફિકેશન
ડિસ્પ્લે સાઈઝ | 6.5 ઈંચ |
ડિસ્પ્લે ટાઈપ | સુપર EMOLED, Infinity-O ડિસ્પ્લે, ફુલ HD પ્લસ |
સિમ ટાઈપ | ડ્યુઅલ નેનો સિમ |
OS | વન યુ આઈ 2.0 બેઝડ એન્ડ્રોઈડ 10 |
પ્રોસેસર | ઓક્ટા-કોર એક્સીનોટ્સ 9611 પ્રોસેસર |
રેમ | 6 GB |
સ્ટોરેજ | 128 GB |
એક્સપાન્ડેબલ | 512 GB |
રિયર કેમેરા | 48 MP(પ્રાઈમરી સેન્સર) + 12 MP(અલ્ટ્રા-વાઈડ-એન્ગલ) + 5 MP (ડેપ્થ સેન્સર)+ 5 MP(ડેપ્થ સેન્સર) |
ફ્રન્ટ કેમેરા | 32 MP |
ક્નેક્ટિવિટી | 4G, વાઈ-ફાઈ, બ્લુટૂથ, GPS અને યુએસબી ટાઈપ- C પોર્ટ |
સિક્યોરિટી | ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ફેસ અનલોક |
બેટરી | 4000 mAh |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/37CKRw8
No comments:
Post a Comment