
ગેજેટ ડેસ્ક: ગૂગલે વીડિયો શેરિંગ સોશિયલ એપ ટિકટોકને ટક્કર મારવા માટે ગૂગલ ‘ટેન્ગી એપ’ લોન્ચ કરી છે. આ એપની મદદથી યુઝર દર્શકોને કંઈક નવી વસ્તુ શીખવાડતો મેકિંગ વીડિયો પોસ્ટ કરી શકશે. ગૂગલની ‘એરિયા 120’ ટીમે આ એપ્લિકેશન બનાવી છે. ટૂંક સમયમાં આ એપ પોપ્યુલર વીડિયો ઓરિએન્ટેડ એપ ટિકટોકને ટક્કર આપી શકે છે.
ગૂગલ ‘ટેન્ગી એપ’ પર ટિકટોકની જેમ જ યુઝર 60 સેકન્ડનો ક્રિએટિવ વીડિયો બનાવી શકે છે. એપ ડેઈલી જરૂરિયાતો, કુકિંગ, લાઈફ-સ્ટાઈલ, DIY(ડુ ઈટ યોરસેલ્ફ),આ આર્ટ, ફેશન અને બ્યુટી સાથે જોડાયેલા વીડિયો યુઝર બનાવી શકશે. તો બીજી તરફ ટિકટોક એપને યુઝર્સ હાલ માટે એન્ટરટેન્મેન્ટ વીડિયો બનાવવા માટે જ ઉપયોગમાં લે છે.
ગૂગલ ટેન્ગી એપ હાલ માત્ર એપલ સ્ટોર અને વેબ પરથી જ ફ્રી ડાઉનલોડ કરી શકાય છે. એન્ડ્રોઈડ યુઝર હાલ આ એપનો ઉપયોગ કરી શકશે નહીં. હાલ આ એપ iOS ડિવાઈસ માટે યુરોપિયન યુનિયન સિવાય દુનિયાભરમાં ઉપલબ્ધ છે. ટેન્ગી એપ સંપૂર્ણ જાહેરખબર ફ્રી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2S2XUAl
No comments:
Post a Comment