Wednesday, 29 January 2020

ઓનર કંપની 30 જાન્યુઆરીથી ઓનર સ્પોર્ટ અને ઓનર સ્પોર્ટ પ્રો હેડફોનનું વેચાણ શરૂ કરશે

ગેજેટ ડેસ્ક: ઓનરના લેટેસ્ટ બ્લુટૂથ હેડફોન ઓનર સ્પોર્ટ અને સ્પોર્ટ પ્રોનું વેચાણ ગુરુવાર એટલે કે 30 જાન્યુઆરીથી શરૂ થશે. યુઝર તેને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકશે.કંપનીએ આ હેડફોન ખાસ ફિટનેસ લવર્સને ધ્યાનમાં રાખીને બનાવાવમાં આવ્યું છે. ઓનર સ્પોર્ટ વોટર-ડસ્ટ-સ્વેટ રઝિસ્ટન્ટ છે, તો બીજી તરફ સ્પોર્ટ પ્રોમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે. તેમાં ફુલ ચાર્જિંગમાં 18 કલાકનો પ્લેબેક સમય મળે છે.

ઓનર સ્પોર્ટની કિંમત 1,999 રૂપિયા છે. તે બ્લેક, બ્લૂ અને રેડ કલરમાં ઉપલબ્ધ છે. ઓનર સ્પોર્ટ પ્રોની કિમત 3,999 રૂપિયા છે. તે ફેન્ટમ રેડ અને ફેન્ટમ પર્પલ કલરમાં ઉપલબ્ધ છે. આ બંને સ્પીકરને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાશે.

ઓનર સ્પોર્ટ બ્યુટૂથ હેડફોન
માત્ર 5 ગ્રામ વજનના હેડફોનમાં IPX5 રેટિંગ આપ્યું છે. સિંગલ ચાર્જિંગમાં તેમાં 10 દિવસનો સ્ટેન્ડબાય ટાઈમ અને 11 કલાકનો પ્લેબેક ટાઈમ મળશે. તેમાં 137mAhની બેટરી છે. હેડફોનમાં બ્યુટૂથ વર્ઝન 4.1 કનેક્ટિવિટી માટે આપ્યું છે. તેની મદદથી એકસાથે બે ડિવાઈસ કનેક્ટ થઈ શકે છે.

ઓનર સ્પોર્ટ પ્રો બ્યુટૂથ હેડફોન
તેમાં 120mAh 3Cની લિથિયમ આયન બેટરી છે. કંપનીએ દાવો કર્યો છે કે, તેમાં 18 કલાકનો પ્લેબેક ટાઈમ મળશે. બેટરી માત્ર 5 મિનિટના ચાર્જિંગમાં 4 કલાકનો બેકઅપ આપશે. તેને પણ IPX5 રેટિંગ આપ્યું છે. મેગ્નેટિક ડિઝાઈનની સાથે તે વોઈસ અસિસ્ટન્ટને સપોર્ટ કરે છે. યુઝર બોલીને શેડ્યુલ, મેસેજ કે અલાર્મ સેટ કરી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Honor Sport, Honor Sport Pro now available for purchase on Flipkart
ઓનર સ્પોર્ટ પ્રો બ્યુટૂથ હેડફોન
ઓનર સ્પોર્ટ બ્યુટૂથ હેડફોન


from Divya Bhaskar https://ift.tt/2RyXWRI

No comments:

Post a Comment