
ગેજેટ ડેસ્ક: ટેક કંપની એપલે ભારતમાં હોમપોડ સ્પીકરની ઓફિશિયલ જાહેરાત કરી દીધી છે. ભારતમાં તેની કિંમત 19,990 રૂપિયા હશે. જૂન, 2017માં કંપનીએ એમેઝોન ઈકો અને ગૂગલ હોમ સ્માર્ટ સ્પીકરના કોમ્પિટિટર તરીકે આ સ્પીકર લોન્ચ કર્યા હતા. ફેબ્રુઆરી, 2018માં સ્પીકરે અમેરિકા, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ડેબ્યૂ કર્યું હતું, ત્યારબાદ તેને કેનેડા, ફ્રાન્સ અને જર્મનીના માર્કેટમાં ઉતાર્યું હતું.
ભારતમાં પણ આ ફોન ટૂંક સમયમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. 2.5 કિલો વજન અને 6.8 ઇંચ લાબું આ સ્માર્ટ સ્પીકર એપલની સિરી વોઇસ અસિસ્ટન્ટ ફીચર લેસ છે. સિરીની મદદથી હોમપેડ સ્પીકર અન્ય યુઝરને માત્ર મેસેજ મોકલી શકશે તેવું નથી, પણ તેના સિવાય યુઝરના ઘરના અન્ય સ્માર્ટ ડિવાઇસ પણ કન્ટ્રોલ કરી શકશે.
અમેરિકામાં સ્પીકરની કિંમત 21,300 રૂપિયા
ભારતમાં આ સ્પીકરની કિંમત 19,990 રૂપિયા છે. એપલ ઈન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ પર સ્પીકરનું લિસ્ટિંગ થઈ ચૂક્યું છે, એજમાં તેની બેઝિક ડિટેલ્સ આપી છે. અમેરિકામાં આ સ્પીકરની લોન્ચ વખતે કિંમત વર્ષ 2018માં 24,900 રૂપિયા હતી, પરંતુ ગયા વર્ષે એપ્રિલ તેની કિંમત ઘટીને 21,300 રૂપિયા થઈ ગઈ હતી.
એપલ હોમપેડ સ્પીકરનાં બેઝિક સ્પેસિફિકેશન
- એપલ હોમપોડની લંબાઈ 6.8 ઈંચ છે. કંપનીએ સ્પીકરમાં એપલની જ ઓડિયો ટેક્નોલોજી વાપરી છે. આ સ્માર્ટ સ્પીકર એપલની A8 ચિપ સહિત અન્ય વોઈસ અસિસ્ટન્ટ ફીચર સિરીથી સજ્જ છે.
- સ્પીકરને મેશ ફેબ્રિક ડિઝાઈન આપી છે, જે વ્હાઈટ અને સ્પેસ ગ્રે કલરમાં ઉપલબ્ધ છે. તે એરપ્લે 2 ફીચરને સપોર્ટ કરે છે. આ ફીચરની મદદથી તમે ઘણા બધા હોમપોડ ડિવાઇસને એકબીજા સાથે કનેક્ટ કરીને મલ્ટી-રૂમ એક્સપિરિયન્સ માણી શકાય છે.
- કંપનીએ દાવો કર્યો છે કે, હોમપોડ તેના આજુબાજુના વાતાવરણને સમજીને સાઉન્ડ એડજસ્ટ કરે છે. સ્પીકરને iOS અને iPADiOS ડિવાઇસ સાથે આરામથી કનેક્ટ કરી શકાય છે. તેમાં બિલ્ટ-ઈન ઓડિયો સિસ્ટમ છે, જેની મદદથી કોલિંગ કરી અને સોન્ગ સાંભળી શકાય છે.
- સ્પીકરમાં વાઈ-ફાઈ 802.11 વિથ MIMO અને બ્લુટૂથ વર્ઝન 5.0 કનેક્ટિવિટી સાથે આવે છે. તેમાં બિલ્ટ-ઈન પાવર સપ્લાયની સુવિધા પણ મળે છે. સ્પીકર ઘણા ઓડિયો ફોર્મેટને સપોર્ટ કરે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2GvDeeW
No comments:
Post a Comment