
ગેજેટ ડેસ્ક: જર્મનીની સેનહાઈઝર (Sennheiser) કંપનીએ ભારતમાં પ્રીમિયમ મોમેન્ટમ હેડફોનની ત્રીજી જનરેશન લોન્ચ કરી છે. આ હેડફોનની કિંમત 34,990 રૂપિયા છે. આ હેડફોનમાં સારી સાઉન્ડ ક્વોલિટી, લેટેસ્ટ ડિઝાઈન અને ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. આ બ્લુટુથ હેડફોન એક્ટિવ નોઇઝ કેન્સલેશન મોડ અને ટ્રાન્સપરન્ટ હીયરિંગ ફીચર્સથી સજ્જ છે.વન-ટચ વોઇસ આસિસ્ટન્ટ એક્સેસથી તમે હંમેશાં કનેક્ટેડ રહી શકો છો.
Sennheiser ઇન્ડિયાના કન્ઝ્યુમ સેગમેન્ટના ડિરેક્ટર કપિલ ગુલાટીએ જણાવ્યું કે, અમે આજની જનરેશનને ધ્યાનમાં રાખીને હેડફોન બનાવ્યા છે. ગ્લોબલ પ્લેટફોર્મ પર પણ આ હેડફોનને સારો રિસ્પોન્સ મળ્યો છે, આશા છે કે, ભારતના ગ્રાહકો તરફથી પર સારો એવો પ્રતિસાદ મળશે. આ હેડફોનમાં એક વન-ટચથી વોઇસ આસિસ્ટન્ટ જેમકે એલેક્સા, ગૂગલ આસિસ્ટન્ટ અને સિરિ પણ સપોર્ટ થાય છે. તેમાં સ્પીકર સિસ્ટમ 42 mm ટ્રાન્સડ્યુસર્સથી સજ્જ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2thrqtA
No comments:
Post a Comment