Wednesday, 1 January 2020

‘ટિકટોક’એ તેનો પ્રથમ ટ્રાન્સપરન્સી રિપોર્ટ રજૂ કર્યો, ભારત દેશ કન્ટેન્ટ દૂર કરવાની રિક્વેસ્ટમાં પ્રથમ ક્રમાંકે

ગેજેટ ડેસ્કઃ વીડિયો શેરિંગ સોશિયલ નેટવર્કિંગ સાઈટ TikTok (ટિકટોક)એ પ્રથમ વખત તેનો ટ્રાન્સપરન્સી રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં યુઝરના ડેટાનો ઉપયોગ કરવા અને કન્ટેન્ટ દૂર કરવાની રિક્વેસ્ટ (દરખાસ્ત) ક્યા દેશોમાંથી આવી છે તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ ભારત દ્વારા સ્પેસિફિક કનેન્ટ દૂર કરવા માટેની સૌથી વધારે રિક્વેસ્ટ મળી છે.

આ રિપોર્ટ અનુસાર ભારત દેશમાં યુઝરના ડેટાનો ઉપયોગ કરવા માટેની રિક્વેસ્ટ પણ અન્ય દેશો કરતાં સૌથી વધારે મળી છે. વર્ષ 2019ના પ્રથમ 6 મહિનામાં કંપનીને ભારત તરફથી 110 રિકવેસ્ટ મળી હતી. તેમાંથી 99 રિકવેસ્ટ યુઝર કનેન્ટના ઉપયોગ માટે અને 11 રિકવેસ્ટ કન્ટેન્ટ દૂર કરવા માટે મળી છે.

વર્ષ 2019માં 1 જાન્યુઆરીથી 30 જૂન સુધીમાં અમેરિકા તરફથી કંપનીને કુલ 74 રિકવેસ્ટ મળી છે. તેમાંથી 68 રિકવેસ્ટ યુઝરના ડેટાનો ઉપયોગ કરવા માટે અને 6 કન્ટેન્ટ દૂર કરવા માટે મળી છે.
આ રિપોર્ટ મુજબ ચીન દ્વારા કન્ટેન્ટ દૂર કરવા માટે અથવા યુઝરના ડેટાનો ઉપયોગ કરવા માટેની કોઈ પણ રિકવેસ્ટ કરવામાં આવી નથી.

યુઝરનોડેટા જાણવા માટેની રિક્વેસ્ટ જાપાનમાંથી 35, જર્મનીમાંથી 12, નોર્વેમાંથી 11, ફ્રાન્સમાંથી, યુનાઇટેડ કિંગ્ડમ, સ્વીડન અને દક્ષિણ આફ્રિકામાંથી 6, ઓસ્ટ્રેલિયામથી 5, ઇઝરાયલમાંથી અને ઇટલીમાંથી 3, પોલેંડમાથી 2 તેમજ ઓસ્ટ્રિયા, બેલ્ઝિયમ, કેનેડા, ડેન્માર્ક, આઈસલેંડ, જોર્ડન, ન્યૂ ઝીલેન્ડ, પાકિસ્તાન, સ્વિત્ઝરલૅન્ડ અને તુર્કીમાંથી 1 મળી છે.

ટિકટોક એપ યુવાનો દ્વારા વધારે પંસદ કરવામાં આવી રહી છે. તેની વધતી જતી લોકપ્રિયતા સાથે તેની સુરક્ષા પર અનેક વખત સવાલો ઊભા થયા છે. મદ્રાસ હાઇકોર્ટ દ્વારા એપને તત્કાલીન રીતે બેન કરવામાં આવી છે. વર્ષ 2019ના અન્ય 6 માસનો રિપોર્ટ પણ કંપની ટૂંક સમયમાં જાહેર કરશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
TikTok Company Announces Its First Transparency Report, India is number one for Content Removal Request


from Divya Bhaskar https://ift.tt/2QEExNj

No comments:

Post a Comment