
ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ કંપની રિઅલમી 6 જાન્યુઆરીએ વિયેતનામમાં ‘રિઅલમી 5i’ સ્માર્ટફોન લોન્ચ કરશે. કંપનીના વિયેતનામનાં ઓફિશિયલ પેજ પર તેની માહિતી શેર કરવામાં આવી છે. જોકે ભારતમાં આ ફોનને ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ માહિતી આપી નથી. આ ફોનને ‘રિઅલમી 5’નાં ડાઉનગ્રેડેડ વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવશે.
ફોનનાં લોન્ચિંગ પહેલાં વિયેતનામની ઈ-કોમર્સ સાઈટ FPTShop પર તેનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
FPTShop વેબસાઈટ પર ફોનની તસવીરો મુજબ ફોનનાં ગ્રીન અને બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે. આ ફોનમાં ડાયમંડ શેપ રિઅર કેમેરા સેટઅપને બદલે વર્ટિકલ પોઝિશનમાં 4 રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ફોનમાં 6.52 ઇંચની HD+ વોટરડ્રોપ નૉચ ડિસ્પ્લે આપવામાં આવશે.આ ફોનમાં ColorOS 6.0.1 બેઝ્ડ એન્ડ્રોઇડ પાઈ ઓપરેટિંગ સિસ્ટમ મળશે. ફોનમાં 8MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવી શકે છે. જોકે કંપની દ્વારા આ ફોનનાં સ્પેસિફિકેશન વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2FbR6dZ
No comments:
Post a Comment