Friday, 31 January 2020

‘પોકો X2’ સ્માર્ટફોનના સ્પેસિફિકેશન લીક થયા, ફોનમાં સોની સેન્સરથી સજ્જ 64 મેગાપિક્સલનો કેમેરા મળશે

ગેજેટ ડેસ્ક: ચાઈનીઝ ટેક કંપની પોકો તેનો લેટેસ્ટ સ્માર્ટફોન ‘પોકો X2’ 4 ફેબ્રુઆરીએ ભારતમાં લોન્ચ કરવાની છે. આ ફોનની ચર્ચા માર્કેટમાં ઘણા સમયથી થઈ રહી છે. આ ફોનમાં સ્પેસિફિકેશન એડવાન્સ હોઈ શકે છે. સ્માર્ટફોનના ન્યૂઝ ટ્રેક કરતી ટેકડ્રોઈડર વેબસાઈટે ફોનનું ટીઝર લોન્ચ કર્યું છે. આ ટીઝરમાં ફોનની ડિસ્પ્લે, કેમેરા અને પ્રોસેસરની માહિતી આપી છે.

પોકો X2નાં લીક સ્પેસિકિફિકેશન

ટીઝર પ્રમાણે ફોનમાં ફાઈ-એન્ડ પ્રોસેસરની જેમ કવૉલકોમ સ્નેપડ્રેગન 730G હોઈ શકે છે. તેમાં લિક્વીડ કૂલિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. ફોનમાં યુએસબી ટાઈપ-સી પોર્ટ અને 3.5mm હેડફોન જેક મળશે. આ ફોન ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કર્યું હશે. ફોનમાં 120Hzની રિફ્રેશ રેટવાળી ડિસ્પ્લે હશે. રિયર કેમેરામાં 64 મેગાપિક્સલનું સોની IMX686 પ્રાઈમરી સેન્સર મળશે.

આ ફોનમાં ડ્યુઅલ પંચ હોલ કેમેરા હોઈ શકે છે, જે ડિસ્પ્લેના ટોપ-રાઈટ કોર્નરમાં હશે.ફોનની ડિઝાઈન રેડમી K30 જેવી હોઈ શકે છે. ફોનની પ્રારંભિક કિંમત 18,999 રૂપિયા હશે. આ ફોન 6GB રેમ અને 64GB સ્ટોરેજના વેરિઅન્ટમાં આવી શકે છે.

‘પોકો X2’ કંપનીનો બીજો સ્માર્ટફોન છે. આ અગાઉ કંપનીએ ‘પોકો F1’ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. તેની સફળતાને ધ્યાનમાં રાખીને કંપની શાઓમીથી અલગ થઈને ભારતમાં સ્વતંત્ર બ્રાન્ડ બની છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સૌ. ટેકડ્રોઈડર
સૌ. ટેકડ્રોઈડર


from Divya Bhaskar https://ift.tt/2tbBKUa

No comments:

Post a Comment