
ગેજેટ ડેસ્કઃ એન્ડ્રોઇડ યુઝર્સે હવે તેમની સિસ્ટમમાં આવતી સમસ્યાઓ કે ખામીથી ચિંતિત થવાની જરૂર નથી. ટ્વિટર પર હવે માત્ર એક હેશટેગથી જ એન્ડ્રોઇડ યુઝર્સને તેમની સમસ્યાનો ઉકેલ મળી જશે. ટ્વિટર પર એન્ડ્રોઇડના ઓફિશિયલ અકાઉન્ટના ટ્વીટ પરથી આ માહિતી શેર કરવામાં આવી છે.
Have questions related to your #Android 📱? We’re here to help. Now, you can get assistance by tweeting your issue using hashtag #AndroidHelp.
— Android (@Android) January 27, 2020
ટ્વીટમાં કંપનીએ લખ્યું છે કે, ‘એન્ડ્રોઇડને લગતા કોઈ પણ સવાલો હોય તો અમે મદદ કરવા માટે તૈયાર છીએ.#AndroidHelp હેશટેગ સાથે ટ્વીટ કરીને તમે મદદ લઇ શકો છો’
જોકે ગૂગલ દ્વારા આ વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. કંપનીએ ટ્વીટ કરતા જ અનેક યુઝર્સે સ્ક્રીનશોર્ટ સાથે તેમની સમસ્યાઓ શેર કરી હતી પરંતુ કંપની દ્વારા કોઈને પણ રિપ્લાય કરીને મદદ કરવામાં આવી નથી.
એન્ડ્રોઇડના આ ટ્વીટ પર અત્યાર સુધીમાં141 યુઝર્સ કમેન્ટ્સ અને રિપ્લાય આપી ચૂક્યા છે જ્યારે 147 યુઝર્સે તેને રીટ્વીટ કર્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Ryqef1
No comments:
Post a Comment