Friday, 3 January 2020

રિઅલમી કંપની ‘રિઅલમી X50’ અને ‘X50 યંગ એડિશન’ સ્માર્ટફોનને 7 જાન્યુઆરીએ ચીનમાં લોન્ચ કરશે

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની રિઅલમી તેના 5G સ્માર્ટફોન ‘રિઅલમી X50’ અને ‘X50 યંગ એડિશન’ને 7 જાન્યુઆરીએ ચીનમાં લોન્ચ કરશે. કંપનીના દ્વારા આ બન્ને ફોનનાં લોન્ચિંગ વિશે માહિતી આપવામાં આવી છે. ‘રિઅલમી X50’ ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 765G પ્રોસેસર આપવામાં આવશે.

‘X50 યંગ એડિશન’ સ્માર્ટફોનને ‘રિઅલમી X50’ના લાઈટ વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવશે. આ બન્ને સ્માર્ટફોનને ’રેડમી K 30’ સિરીઝ સામે ટક્કર આપવા માટે અફોર્ડેબલ કિંમત સાથે લોન્ચ કરવામાં આવી શકે છે.

‘રિઅલમી X50’ કંપનીનો પ્રથમ 5G સપોર્ટ સ્માર્ટફોન છે. ફોનનાં 8GB+256GB વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવી શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફોનમાં સોનીનું 64MP IMX686 સેન્સર સાથે ચાર રિઅર કેમેરા સેટઅપ મળી શકે છે. ફોનમાં ડ્યુઅલ પંચ હોલ ડિસ્પ્લે આપવામાં આવશે. સિક્યોરિટી માટે ફોનમાં સાઈડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે. ભારતમાં આ ફોનને ક્યારે અને કઈ કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Realme company to launch 'Realme X50' and 'X50 Young Edition' smartphones in China on January 7


from Divya Bhaskar https://ift.tt/2MPp4ZZ

No comments:

Post a Comment