Sunday, 26 January 2020

પેન સપોર્ટ ધરાવતા મોટોરોલાના અપકમિંગ સ્માર્ટફોન ‘મોટો G સ્ટાઈલિશ’ની તસવીરો લીક થઈ

ગેજેટ ડેસ્કઃ પેન સપોર્ટ સ્માર્ટફોન્સના ટ્રેન્ડમાં હવે ટૂંક સમયમાં મોટોરોલાનો સ્માર્ટફોન પણ જોવા મળશે. તાજેતરમાં જ સેમસંગ કંપનીએ Sપેન સપોર્ટ ધરાવતો ‘ગેલેક્સી નોટ 10 લાઈટ’ લોન્ચ કર્યો છે. મોટોરોલા પણ તેનો પેન સપોર્ટ ધરાવતો સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. લોન્ચિંગ પહેલાં અપકમિંગ સ્માર્ટફોન ‘મોટો G સ્ટાઈલિશ’ની તસવીરો લીક થઈ છે. ટેક ટિપસ્ટર ઈવાન બ્લાસે ટ્વિટર પર તેની તસવીર લીક કરી છે.

ઈવાન બ્લાસે ટ્વિટર પર ફોનની તસવીર શેર કરી છે પરંતુ તેના સ્પેસિફિકેશન વિશે કોઈ માહિતી આપી નથી. તસવીર પરથી માલુમ પડે છે કે અપકમિંગ સ્માર્ટફોનમાં હોલ પંચ ડિસ્પ્લે મળશે. ફોનમાં 1 ફ્રન્ટ કેમેરા આપવામાં આવશે. ફોનમાં કર્વ્ડ ડિસ્પ્લે મળશે.

સેમસંગના ‘ગેલેક્સી નોટ 10 લાઈટ’માં Sપેન કરતાં મોટોરોલા માં અલગ પ્રકારની પેન આપવામાં આવશે. આ સ્માર્ટફોન કંપનીનો પ્રથમ એન્ડ્રોઇડ સ્માર્ટફોન હશે જેમાં પેન સપોર્ટ આપવામાં આવશે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ફોનનો મોડેલ નંબર XT2043-4 છે. જોકે ફોનનાં સ્પેસિફિકેશન સહિતની અન્ય જાણકારી વિશે કંપનીએ કોઈ માહિતી આપી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Pictures of Motorola's Upcoming Smartphone 'Moto G Stylist' with Pen Support Leaked


from Divya Bhaskar https://ift.tt/2RNsEFD

No comments:

Post a Comment