
ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની લેનોવોએ તેનું લેટેસ્ટ ટેબ્લેટ ‘Tab M10 REL’ ભારતમાં લોન્ચ કર્યું છે. આ ટેબ્લેટની કિંમત 13,990 રૂપિયા છે. ફ્લિપકાર્ટ પર તેનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. ટેબ્લેટમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 450 પ્રોસેસર અને એન્ડ્રોઇડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. બ્લેટનું સ્લેટ બ્લેક સિંગલ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે.
ઓફર
- ફ્લિપકાર્ટ પરથી ટેબ્લેટની ખરીદી એક્સિસ બેંકનાં ક્રેડિટ કાર્ડથી કરવા પર 5%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
- એક્સચેન્જ ઓફર હેઠળ 10,800 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
- આ સિવાય પ્રતિ માસ 1,166 રૂપિયાની EMIની સુવિધા પણ મળી રહી છે.
લેનોવો ‘Tab M10 REL’નાં બેઝિક સ્પેસિફિકેશન
- ટેબ્લેટમાં 10.1 ઇંચની IPS LCD HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 1200 x 1920નું રિઝોલ્યુશન ધરાવે છે.
- ટેબ્લેટમાં 5MPનો ફ્રન્ટ કેમેરા અને 8MPનો રિઅર કેમેરા છે.
- તેમાં 7,000mAhની બેટરી આપવામાં આવી છે, જે 12 કલાક સુધી વીડિયો પ્લે બેક આપે છે.
- ટેબ્લેટમાં 32GBનું ઇન્ટર્નલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે.
- સારા ઓડિયો એક્સપિરિયન્સ માટે ટેબ્લેટમાં ડોલ્બી સાઉન્ડ ટેક્નોલોજી આપવામાં આવી છે.
- સિક્યોરિટી માટે ટેબ્લેટમાં ફેસ અનલોક ફીચર આપવામાં આવ્યું છે. આ ટેબ્લેટ વોઇસ કોલ્સ સપોર્ટ કરતું નથી.
- કનેક્ટિવિટી માટે ટેબ્લેટમાં 4G LTE, વાઈફાઈ 802.11ac, બ્લુટૂથ 4.2, GPS, USB-C અને 3.5mmનો ઓડિયો જેક આપવામાં આવ્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2GqHj40
No comments:
Post a Comment