
ગેજેટ ડેસ્કઃ પેન્ટા રિઅર કેમેરા સેટઅપ ધરાવતા નોકિયાના ‘પ્યોર વ્યૂ’ની કિંમતમાં 15,000 રૂપિયાનો ઘટાડો થયો છે. જૂલાઇ 2019માં લોન્ચિંગ વખતે ફોનની કિંમત 49,999 રૂપિયા હતી. હવે ફોનની કિંમત 34,999 રૂપિયા છે. આ ફોનનાં 6GB +128GB અને બ્લૂ કલરનાં સિંગલ વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવ્યો છે. ફ્લિપકાર્ટ પરથી ફોનની ખરીદી કરી શકાશે.
સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. કનેકિટવિટી માટે ફોનમાં SM, WCDMA, CDMA, 4G VoLTE, UMTS, 4G LTE, વાઇફાઇ અને બ્લુટૂથની સુવિધા આપવામાં આવી છે.
ઓફર
લોન્ચિંગ પછી પ્રથમ વાર ફોનની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે કંપની તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી કે આ પ્રાઇસ કટ કેમ કરવામાં આવ્યું છે. ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવું અપર 5% કેશબેક આપવામાં આવી રહ્યું છે. સાથે જ એક્સિસ બેંકના બઝ ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 5%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. એક્સચેન્જ ઓફર હેઠળ 14050 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
‘પ્યોર વ્યૂ’નાં બેઝિક સ્પેસિફિકેશન
ડિસ્પ્લે સાઈઝ | 5.99 ઇંચ |
ડિસ્પ્લે ટાઈપ | HD+ POLED (1440x2960 પિક્સલ) |
OS | એન્ડ્રોઇડ 9 પાઈ |
પ્રોસેસર | સ્નેપડ્રેગન 845 |
રિઅર કેમેરા | 12MPના 3 મોનોક્રોમ સેન્સર + 12MPના 2 RGB સેન્સર |
ફ્રન્ટ કેમેરા | 20MP |
રેમ | 6GB |
સ્ટોરેજ | 128GB |
બેટરી | 3320mAh |
વજન | 172 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2VjgZ4A
No comments:
Post a Comment