Monday, 24 February 2020

ફેક ન્યૂઝ, છેતરપિંડી કરતી એપ્સથી બચવા ગૂગલની નવી એન્ડ્રોઈડ સિસ્ટમ

નવી દિલ્હી: ગૂગલ આ વર્ષે ઓક્ટોબર સુધીમાં સ્માર્ટફોન યુઝર્સ માટે નવી ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ 11 લોન્ચ કરશે. આ યોજના હેઠળ ગૂગલ મે માસમાં થનારી વાર્ષિક ડેવલપર કોન્ફરન્સમાં પ્રિવ્યૂ વર્ઝન લૉન્ચ કરાશે. આ પહેલા ગૂગલે ડેવલપર્સ પ્રિવ્યૂ રિલીઝ કર્યું હતું, જેમાં એન્ડ્રોઈડ 11માં ફેક ન્યૂઝ ફેલાવતી અને છેતરપિંડી કરતી એપ્સથી બચવા વધુ સિક્યોરિટી ફિચર્સ આપ્યા છે. એન્ડ્રોઈડ 11માં યુઝર્સને વધુ સારી ટચ સેન્સિટિવિટી મળશે અને એરોપ્લેન મોડમાં બ્લૂટૂથનો પણ ઉપયોગ થઈ શકશે.
ડાયલરમાં જ કોઈ કૉલને સ્પામ મોડમાં મૂકવાનો વિકલ્પ અપાશે
હાલ વિશ્વમાં 96% એન્ડ્રોઈડ યુઝર્સ છે. ફેસબુક અને ઈ-કોમર્સ કંપનીઓથી લઈને તમામ એપ્સ પર પ્રાઈવેસીનું ઉલ્લંઘન, ડેટા ચોરી અને છેતરપિંડીના આરોપોને પગલે એન્ડ્રોઈડ 11માં સિક્યોરિટી પર વધુ ધ્યાન અપાયું છે. એન્ડ્રોઈડ-10માં યુઝર્સને પોતાના ફોનમાં ઈન્સ્ટોલ કરેલી જુદી જુદી એપ્સને નિયંત્રિત કરવા જુદી જુદી મંજૂરી આપવાનો વિકલ્પ હતો. હવે એન્ડ્રોઈડ 11માં વિવિધ એપ્સની પ્રાઈવેસી નિયંત્રિત કરવાનો, ચેટ સ્પામ કરવાનો તેમજ ડાયલરમાં જ કોઈ કૉલને સ્પામ મોડમાં મૂકવાનો વિકલ્પ અપાશે. આ ઉપરાંત ગૂગલ ફોનમાં ફેસબુક મેસેન્જરનું લુક અને ફિલ આપવા ઈચ્છે છે, જેથી તેઓ મેસેજન્જરના ચેટ બબલને સ્માર્ટફોનમાં જ ઉપલબ્ધ કરાવી શકે છે. અહેવાલો પ્રમાણે, નવી સિસ્ટમમાં ગૂગલ એવું ફિચર પણ આપી શકે છે, જે અંતર્ગત કેમેરાનો ઉપયોગ કરવા પર નોટિફિકેશન ઓટોમેટિક જ મ્યૂટ થઈ જશે. તેમાં ડાર્ક મોડના સમયને પણ સેટ કરી શકાશે.
સિલેક્ટેડ ગૂગલ પિક્સલ સ્માર્ટફોનમાં જ પ્રિવ્યૂ ઉપલબ્ધ
એન્ડ્રોઈડ 11ના ડેવલપર રિવ્યૂ હજુ સિલેક્ટેડ ગૂગલ પિક્સલ સ્માર્ટફોન યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે. આ અપડેટને ઈન્સ્ટૉલ કરવા યુઝર્સે એન્ડ્રોઈડ 11 ડેવલપર સાઈટ પર જઈને ઈમેજ ડાઉનલોડ કરવી પડશે. જોકે, ગૂગલ દુનિયાભરની 5જી સર્વિસને ધ્યાનમાં રાખીને આ વર્ઝન ડિઝાઈન કરી રહ્યું છે. તે ફોલ્ડેબલ ફોન અને પંચ હૉલ ડિસ્પ્લે ધરાવતા ફોન માટે એક સ્પેશિયલ એપ સપોર્ટ લાવશે. આ બંને ફોન માટે વિવિધ એપને ઓપ્ટિમાઈઝ કરાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Google's new Android system to prevent fraudulent apps, Fake News


from Divya Bhaskar https://ift.tt/2HXGiBf

No comments:

Post a Comment