
ગેજેટ ડેસ્કઃ જર્મન મલ્ટિનેશનલ કંપની પ્યૂમાએ અમેરિકન ફેશન કંપની ફોસિલ સાથે મળીને તેની પ્રથમ સ્માર્ટવોચ લોન્ચ કરી છે. પ્યૂમા સ્માર્ટવોચની ભારતમાં કિંમત 19,995 રૂપિયા છે. સ્માર્ટવોચનાં વ્હાઈટ, બ્લેક અને નિયોન ગ્રીન કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. સ્માર્ટવોચની ઓનલાઈન ખરીદી ફ્લિપકાર્ટ અને puma.com પરથી અને ઓફલાઈન ખરીદી પ્યૂમા સ્ટોર્સ પરથી કરી શકાશે.
પ્યૂમા સ્માર્ટવોચનાં બેઝિક સ્પેસિફિકેશન
- આ વોચમાં 1.19 ઈંચની રાઉન્ડ AMOLED ડિસ્પલે આપવામાં આવી છે. તેનું કેસિંગ 44mmનું છે.
- વોચમાં 512MBની રેમ અને સ્નેપડ્રેગન વિયર 3100 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
- વોચમાં ઈનબિલ્ટ 4GBનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. તે ગૂગલ વિયર ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે.
- એન્ડ્રોઈડ 4.4 અને તેનાથી ઉપરનાં તમામ વર્ઝન તેમજ iOS 10 અને તેનાથી ઉપરનાં તમામ વર્ઝનનાં ડિવાઈસને આ વોચ સપોર્ટ કરે છે.
- વોચમાં હાર્ટ રેટ મોનિટર સેન્સર, અનટેથર્ડ GPS, બ્લુટૂથ, વાઈવાઈ,એક્ટિવિટી ટ્રેકિંગ સહિતનાં અનેક ફીચર આપવામાં આવ્ચાં છે.
- વોચને 3ATM સુધી વોટર રઝિસ્ટન્ટ રેટિંગ આપવામાં આવ્યું છે.
- આ વોચ સ્માર્ટફોનની નોટિફિકેશન પણ દર્શાવે છે. તે રિઅલ ટાઈમ વેધર અપડેટ અને ગૂગલ અસિસ્ટન્ટ સપોર્ટ ધરાવે છે.
- કંપનીની જણાવ્યા અનુસાર સ્માર્ટવોચને ફુલ ચાર્જ કર્યા પછી તે 24 કલાકનું બેકઅપ આપે છે. તેમાં રહેલાં ફાસ્ટ ટેક્નોલોજીની મદદથી 50 મિનિટમાં વોચ 0થી 80% સુધી ચાર્જ થાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31nbfIg
No comments:
Post a Comment