
ગેજેટ ડેસ્કઃ નાણા મંત્રી નિર્મલા સીતારામણે શનિવારે બજેટ રજૂ કર્યું છે. બજેટમાં 5G સર્વિસિસ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, સ્ટાર્ટ અપ, ડેટા સિક્યોરિટી, ક્વોન્ટમ કમ્પ્યૂટિંગ અને ટેક્નોલોજી સાથે જોડાયેલા ક્ષેત્રોને પણ આવરી લેવામાં આવ્યા છે.
ક્વોન્ટમ કમ્પ્યૂટિંગ: મોદી સરકાર આગામી 5 વર્ષમાં ક્વોન્ટમ એપ્લિકેશન પર 8 હાજર કરોડ રૂપિયાનો ખર્ચો કરશે. ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે 27 સંભવિત ક્ષેત્રોમાં સંયુક્ત અનુસંધાન માટે ઇઝરાયલ સાથે કરાર કર્યો છે. તેમાં ક્વોન્ટમ કમ્પ્યૂટિંગ સામેલ છે. નાણા મંત્રીના જણાવ્યા અનુસાર ક્વોન્ટમ સંબંધિત કમ્પ્યૂટિંગ ટેક્નોલોજીમાં સફળતા મળશે તો તે સફળતા હાંસલ કરનાર ભારત ત્રીજો સૌથી મોટો અને અગ્રણી દેશ બની જશે. ક્વોન્ટમ ટેક્નોલોજી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી પણ એડવાન્સ ટેક્નોલોજી છે.
ગત વર્ષે ગૂગલને ક્વોન્ટમ કમ્પ્યૂટિંગ રિસર્સથી જોડાયેલાં એક્સપેરિમેન્ટલ ક્વોન્ટમ પ્રોસેસર ડેવલપ કરવામાં સફળતા મળી હતી. આ પ્રોસેસરથી જે કેલ્ક્યુલેશન કરવામાં સુપર કમ્પ્યૂટર હજારો વર્ષનો સમય લગાડે છે તે માત્ર ગણતરીની મિનિટોમાં કરી શકાશે. ગૂગલનું આ રિસર્ચ ‘નેચર’ નામની સાયન્ટિફિક જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. રિસર્ચર્સે લખ્યું છે કે ક્વોન્ટમ સ્પીડઅપને રિઅલ વર્લ્ડમાં હાંસલ કરી શકાય છે અને તેના માટે કોઈ છૂપાયેલો ફિઝિક્સનો સિદ્ધાંત લાગુ પડતો નથી.
ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ: સરકારે આ બેજટમાં સ્પષ્ટ કર્યું છે કે દેશમાં મોબાઈલ ફોન્સ, ઇલેક્ટ્રોનિક ઇક્વીપમેન્ટ અને સેમીકન્ડક્ટરનું મેન્યુફેક્ચરિંગ મોટા પાયે કરવામાં આવશે. મેક ઈન ઇન્ડિયા અંતર્ગત નાણાકીય વર્ષ 2019-20માં ફોન મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી 1,35,000 કરોડ રૂપિયાની થઈ જશે, જે નાણાકીય વર્ષ 2016-17માં 94,000 કરોડ રૂપિયા હતી. આ સાથે ડિક્સન ટેક્નોલોજી, અંબર એન્ટરપ્રાઇઝ, સુબ્રોસ સહિતની મેડિકલ ડિવાઇસિસ બનાવતી કંપનીઓને ફાયદો થશે. તેના માટે સરકાર દ્વારા નેશનલ ટેક્નિકલ ટેક્સ્ટાઇલ મિશન માટે 1480 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
ટેલિકોમ સેક્ટર: સરકાર આગામી નાણાકીય વર્ષમાં ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લિમિટેડ ઉપર 60 બિલિયન (આશરે 6000 કરોડ રૂપિયા)નો ખર્ચ કરશે. ભારત નેટ દેશના તમામ ગામડાંઓ સુધી બ્રોડબેન્ડ પહોંચાડવાનો એક પ્રોગ્રામ છે. માનવામાં આવી રહ્યું છે કે તેનો ફાયદો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને HFCL કંપનીને થશે.
આઇટી ફર્મ: પ્રાઇવેટ સેક્ટરને ડેટા સેન્સર બનાવવાની મંજૂરી આપવાની ઘોષણા પછી તેનો ફાયદો આઇટી ફર્મને મળી શકે છે. અર્થાત TCS, ઇન્ફોસિસ, વિપ્રો, HCL ટેનોલોજીસ, ટેક મહિન્દ્રા સાથે મિડ સાઈઝ ફર્મ એલટીઆઈ, માઈન્ડટ્રી, પર્સિસ્ટેન્ટ અને હેક્સાવેરને પણ થશે. તેનાથી અદાણી એન્ટરપ્રાઇઝને પણ ફાયદો થઈ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/37P80M4
No comments:
Post a Comment