Saturday, 1 February 2020

જિઓએ વીડિયો કોલિંગ માટે ‘જિઓ ટીવી કેમેરા’ લોન્ચ કર્યો, કિંમત ₹ 2,999

ગેજેટ ડેસ્કઃ રિલાયન્સ જિઓએ વીડિયો કોલિંગ માટે ‘જિઓ ટીવી કેમેરા’ લોન્ચ કર્યો છે. તેની કિંમત 2,999 રૂપિયા છે. આ કેમેરાની મદદથી યુઝર્સ સરળતાથી વીડિયો કોલિંગ સેવાનો લાભ ઊઠાવી શકશે. આ કેમેરાને જિઓફાઈબરના ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ કેમેરાને જિઓ સેટ ટોપ બોક્સ સાથે કનેક્ટ કરીને જિઓકોલ એપની મદદથી વીડિયો કોલિંગ કરી શકાશે. આ વીડિયો કોલિંગ ટીવીની ફુલ સ્ક્રીન પર જોઈ શકાશે.

કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી તેની ખરીદી કરી શકાશે. આ કેમેરાને ગત વર્ષે રજૂ કરવામાં આવ્યો હતો. EMI પરથી પણ તેની ખરીદી કરી શકાશે. મંથલી EMI પ્લાનની શરૂઆત 141.17 રૂપિયાથી થાય છે.

‘જિઓ ટીવી કેમેરા’નાં બેઝિક ફીચર્સ
આ કેમેરા 120 ડિગ્રી વ્યૂ કવર કરે છે. કેમેરાની મદદથી જિઓ નેટવર્ક પર વીડિયો અને ઓડિયો કોલિંગ તેમજ અન્ય નેટવર્ક પર ઓડિયો કોલિંગ કરી શકાય છે. આ કેમેરામાં 1/2.7 ઈંચનું CMOS સેન્સર આપવામાં આવ્યું છે. તેનું વજન 93 ગ્રામ છે. કેમેરા 5 વૉટનું ઈનપુટ વોલ્ટેજ ધરાવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Jio launches 'JIO TV Camera' for video calling, priced at ₹ 2,999


from Divya Bhaskar https://ift.tt/2RLWN9i

No comments:

Post a Comment