Saturday, 29 February 2020

વીવોએ ભારતમાં કોન્સેપ્ટ ફોન એપેક્સ 2020 લોન્ચ કર્યો, ઈન ડિસ્પ્લે સેલ્ફી કેમેરા મળશે

ગેજેટ ડેસ્ક. ચાઇનીઝ સ્માર્ટફોન કંપની Vivoએ પોતાનો થર્ડ જનરેશન એપેક્સ કોન્સેપ્ટ સ્માર્ટફોન ‘એપેક્સ 2020’ લોન્ચ કર્યો છે. તેમાં કોઈ પણ પ્રકારનું બટન અથા પોર્ટ આવામા આવ્યું નથી. તે પ્રેશર સેન્સિંગ કેપેસિટી બટન પર કામ કરે છે. ફોનમાં સ્ક્રીનકાસ્ટિંગ ટેક્નિક આપવામા આવી છે. ઉપરાંત ફોનમાં ઈન-ડિસ્પ્લે કેમેરા આપવામા આવ્યો છે.

વીવો એપેક્સ 2020 ની કિંમત
વીવી એપેક્સ 2020ને કોન્સેપ્ટ સ્માર્ટફોન તરીકે રજૂ કરવામા આવ્યો છે. તેના કારણે આ ફોનની કિંમત હજું સુધી નક્કી કરવામા નથી આવી. જો કે, કંપની ટૂંક સમયમાં આ ફોનને ગ્લોબલ લેવલ પર લોન્ચ કરશે.

વીવો એપેક્સ 2002ના ફીચર્સ
ફોનમાં 6.45 ઈંચની કર્વ્ડ ડિસ્પ્લે છે, જેને 120 ડિગ્રી સુધી કર્વ્ડ કરી શકાય છે. કંપનીએ આ ફોનની સ્ક્રીનમાંથી એજ અને બેઝલને સંપૂર્ણ રીતે હટાવી દીધું છે, જેનાથી યુઝરને સ્ક્રીન વ્યૂ મળે છે. તે ઉપરાંત કંપની આ ફોનમાં બટનની જગ્યાએ વર્ચ્યુઅલ પ્રેશર સેન્સિંગ બટન આપ્યા છે જે ઝડપી કામ કરે છે. એપેક્સ 2020 વિઝ્યુઅલ ઈફેક્ટસ, નેચરલ ટચ અને હ્યુમન ડિવાઈસ ઇન્ટરેક્શન પરફેક્ટ ફ્યુઝન છે. ફોનમાં ઈન ડિસ્પ્લે કેમેરા આપવામા આવ્યો છે. તેમાં કોઈ પ્રકાકનું મિકેનિઝમ નથી આપવામા આવ્યું.


ઈન ડિસ્પ્લે અને કેમેરા
તે 5x-7.5x કન્ટીન્યુ ઓપ્ટિકલ ઝૂમ-હાઈ રિઝોલ્યુશન, હાઈ ઈમેજ ક્વોલિટી અને રેકોર્ડિંગ ફીચરની સાથે આવે છે.

બેટરી અને અન્ય ફીચર્સ
ઉપરાંત વીવો વાયરલેસ સુપર ફાર્સ્ટ ચાર્જર 60W સપોર્ટની સાથે 2000mhaની બેટરી આપવામા આવી છે જે 20 મિનિટમાં ચાર્જ થઈ જાય છે. કેમેરા સેટઅપની વાત કરીએ તો આ ફોનમાં ડિસ્પ્લેની અંદર 16 મેગાપિક્સલનો કેમેરા આપવામા આવ્યો છે, જે ખાસ સુપર પિક્સલ ફોટો સેન્સિટિવ ચિપની સાથે આવે છે. ઉપરાંત યુઝર્સને આ ફોનના રિઅરમાં ગિંબલની સાથે કેમેરા મળે છે. કેમેરાની સાથે 5xથી લઈને 7.5x ઓપ્ટિકલ ઝૂમિંગ આપવામા આવ્યું છે. યુઝર્સ ગિંબલ દ્વારા સારી ફોટોગ્રાફી કરી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Vivo launches Concept Phone Apex 2020 in India, will get in-display selfie camera


from Divya Bhaskar https://ift.tt/2VvOSiH

No comments:

Post a Comment