
ગેજેટ ડેસ્ક: રશિયન રોબોટિક કંપની ‘પ્રોમોબોટ’એ સેનામાં ટેન્કની જેમ ઉપયોગમાં લેવાય તેવો રોબોટ બનાવ્યો છે. આ રોબોટને સ્કોર્પિયો નામ આપ્યું છે. સ્કોર્પિયોની સાઈઝ રમકડાં જેવડી છે અને તેમાં ઘણા સાર ફીચર છે. હાલ આ પ્રોટોટાઈપ મોડલ છે. કંપનીનું કહેવું છે કે, ભવિષ્યમાં સ્કોર્પિયોને સેનામાં સામેલ કરી શકાશે.
સ્કોર્પિયોની ખાસ વાતો
1. આ રોબોટિક ટેન્કની અંદર એક ફુલ સાઈઝની જાળ આપી છે. કંપનીનું કહેવું છે કે, તે શંકાસ્પદ વ્યક્તિની ઓળખાણ કરીને તેની પર જાળ ફેંકે છે. આ જાળ એટલી પાવરફુલ છે કે, તેમાં ફસાતો વ્યક્તિ બહાર નીકળી શકતો નથી.
2. તેના ફ્રન્ટમાં 4 એલઈડી લાઇટ્સ છે. રાત્રે થનારા મિશનમાં તે કામમાં આવી શકશે. તેમાં એક ફ્રન્ટ કેમેરા પણ આપ્યો છે, જેની મદદથી તે અંધારામાં પણ વિઝ્યુલ કેપ્ચર કરે છે.
3. સ્કોર્પિયોની ડિઝાઈન સેનામાં વપરાતા ટેન્ક જેવી છે. તેના નાનકડાં પૈડાં પર મજબૂત ગ્રીપવળી ચેન લાગેલી છે. તેની મદદથી તે સીડી ચડી અને ઉતરી શકે છે. તે કોઈ પણ પ્રકારના રસ્તા પર ચાલી શકે છે.
4. આ ટેન્કમાં એક મીની ડ્રોન છુપાયેલું છે, જે સર્ચિંગમાં કામમાં આવશે. જરૂર પડવા પર ટેન્કમાંથી ડ્રોનને રિલીઝ કરી શકાય છે. આ ડ્રોન ડીજેઆઈ કંપનીનું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3ag5j6Z
No comments:
Post a Comment