
ગેજેટ ડેસ્ક. વ્હોટ્સએપમાં ઘણા એવા ફીચર આપવામા આવ્યા છે, જેનાથી તમે સારી રીતે ચેટિંગ કરી શકો છો. વ્હોટ્સએપમાં કેટલાક સીક્રેટ ટ્રિક્સ પણ છે, જેની મદદથી તમે ચેટિંગ અને ફોટો-વીડિયોને શેર કરવાની સાથે તમારી પ્રાઈવેસીમાં સુધારો કરી શકો છો. વ્હોટ્સએપમાં બ્લૂ ટિકનું પોતાનું એક વિશેષ મહત્ત્વ છે. તમે મેસેજ વાંચ્યો છે કે નહીં તે મેસેજ મોકલનારને ખબર ન પડે તે માટે તમે ‘રીડ રિસિપ્ટ્સ’ ઓફ રાખી શકો છો. તેનાથી એક સમસ્યા એ છે કે, તમે જ્યારે પણ કોઈને મેસેજ કરશો, તો તમે પણ એ નહીં જાણી શકો કે તમારો મેસેજ સામેવાળાએ વાંચ્યો છે કે નહીં. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો એવી કેટલીક ખાસ ટ્રિક છે જેનાથી તમે મેસેજ વાંચી શકશો અને સેન્ડરને તેના વિશે ખબર પણ નહીં પડે.
સૌથી પહેલા નોટિફિકેશનને ઓન કરવું
બ્લૂ ટિક વગર મેસેજ વાંચવા માટે સૌથી પહેલાં વ્હોટ્સએપ નોટિફિકેશનને ઓન કરો. ત્યારબાદ તમારા સ્માર્ટફોન પર કોઈ વ્હોટ્સએપ મેસેજ આવે તેની રાહ જુઓ.
ડિવાઈસ અનલોક કરો
ફોન પર વ્હોટ્સએપ મેસેજ આવ્યા બાદ પોતાના ફોનને અનલોક કરો. તે ધ્યાન રાખવું કે, તમારે વ્હોટ્સએપ નોટિફિકેશનને સ્વાઈપ કર્યા વગર ફોન અનલોક કરવાનો છે.
નોટિફિકેશનની અંદર મેસેજ વાંચો
ફોન પર આવેલ વ્હોટ્સએપ નોટિફિકેશનને વાંચવા માટે નોટિફિકેશનના અંદર મેસેજને થોડા સમય સુધી હાર્ડ પ્રેસ કરીને રાખો. આ ટ્રિકથી કામ કરવા માટે જરૂરી છે કે તમે નોટિફિકેશનને વાંચ્યા પહેલાં સ્વાઈપ ન કરો.
આ સ્માર્ટફોન પર ટ્રિક અપનાવી શકો છો
વ્હોટ્સએપની આ ટ્રિકને એન્ડ્રોઈડની સાથે આઈફોન પર પણ ટ્રાઈ કરી શકાય છે. આ ટ્રિક એન્ડ્રોઈડ 9.0 અને તેનાથી ઉપરના OS પર કામ કરે છે.iPhoneના નવા મોડેલ 3D ટચ ફિચરની સાથે આવે છે. આ ફિચરને માટે iPhoneની સ્ક્રીનમાં સારી ટચવાળું એક એક્સ્ટ્રા લેયર આપવામાં આવે છે. આ સ્ક્રીનને જો તમે હાર્ડ પ્રેસ કરશો તો તમારી સામે ઘણા નવા વિકલ્પ આવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32DjBMp
No comments:
Post a Comment