Saturday, 1 February 2020

‘હુવાવે બેન્ડ 4’નું ભારતમાં વેચાણ શરૂ થયું, કિંમત ₹ 1,999

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની હુવાવેના લેટેસ્ટ બેન્ડ ‘હુવાવે બેન્ડ 4’નું ભારતમાં વેચાણ શરૂ થયું છે. તેની કિંમત 1,999 રૂપિયા છે. ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર તેનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. આ બેન્ડ એન્ડ્રોઇડ 4.4 અને તેના ઉપરનાં તમામ વર્ઝન તેમજ iOS 9 અને તેના ઉપરનાં તમામ વર્ઝનને સપોર્ટ કરે છે.


ઓફર
ફ્લિપકાર્ટ પર HSBC બેંકનાં ક્રેડિટ કાર્ડ અને EMIથી ખરીદી કરવા પર 10%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. એક્સિસ બેંકનાં બઝ ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 10%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય ‘નો કોસ્ટ EMI’ની સુવિધા અને ફ્લિપકાર્ટ એક્સિસ બેન્ક ક્રેડિટ કાર્ડ પર 5%નું કેશબેક આપવામાં આવી રહ્યું છે.

‘હુવાવે બેન્ડ 4’નાં સ્પેસિફિકેશન અને ફીચર્સ

  • બેન્ડમાં 0.96 ઇંચની અને 80x160 પિક્સલનું રિઝોલ્યુશન ધરાવતી TFT LCD કલર ટચ ડિસ્પ્લે આપવામાં આવી છે.
  • બેન્ડમાં સાયકલિંગ, વોકિંગ સહિત 9 સ્પોર્ટ મોડ આપવામાં આવ્યા છે.
  • આ બેન્ડમાં 6 પ્રકારનાં સ્લીપ મોડ ડિટેકટ કરવા માટે TruSleep 2.0 ટેક્નોલોજી આપવામાં આવી છે.
  • બેન્ડમાં ફાઇન્ડ માય ફોન અને રીમોટ શટર જેવાં અન્ય ફીચર પણ આપવામાં આવ્યાં છે.
  • બેન્ડમાં 91mAhની બેટરી આપવામાં આવી છે, જે 9 દિવસનું બૅકઅપ આપે છે.
  • ડિસ્પ્લે ટાઈમ/ડેટ,અલાર્મ ક્લોક, ટાઇમર, કોલ એન્ડ ટેક્સ્ટ અલર્ટ સહિતનાં અનેક ફંક્શનને બેન્ડ સપોર્ટ કરે છે.
  • બેન્ડમાં હાર્ટ રેટ મોનિટર, ડેઇલી સ્લીપ કાઉન્ટ, ડિસ્ટન્સ કવર્ડ, કેલરી બર્ન અને સ્લીપ મોનિટર જેવાં એક્ટિવિટી ટ્રેકિંગ ફંક્શન આપવામાં આવ્યાં છે.
  • કનેક્ટિવિટી માટે બેન્ડમાં બ્લુટૂથ v4.2 ટેક્નોલોજી આપવામાં આવી છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Huawei Band 4 starts selling in India, priced at ₹ 1,999


from Divya Bhaskar https://ift.tt/399hH8v

No comments:

Post a Comment