
ગેજેટ ડેસ્ક: 2 માર્ચના ઓપો તેના ફ્લેગશિપ ફોન રેનો 3 પ્રોને ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરશે. લોન્ચિંગ પહેલાં જ ફોનનું પ્રી બુકિંગ શરૂ થઇ ગયું છે. ફ્લિપકાર્ટ, એમેઝોન સહીત રિટેલ સ્ટોર્સ પર ફોન બુક થઇ શકશે. ફોનની ખાસિયત એ છે કે આ દુનિયાનો પહેલો સ્માર્ટફોન છે જેમાં 44 મેગાપિક્સલનો ડ્યુઅલ પંચ હોલ ફ્રન્ટ કેમેરા મળશે. આ સિવાય ફોનમાં 64 મેગાપિક્સલનો ક્વોડ રિયર કેમેરા સેટઅપ મળશે. કંપનીએ ટીઝર પેજ રિલીઝ કર્યું છે જે મુજબ ફોનમાં 2 મેગાપિક્સલનો ડેપ્થ ફિલ્ડ લેન્સ પણ મળશે.
ફોનમાં અલ્ટ્રા નાઈટ સેલ્ફી મોડ પણ છે. આ મોડ ઓન કરતા કેમેરા ઓબ્જેક્ટની ઘણી બધી ફોટોઝ એકસાથે લે છે અને તેને કમ્બાઇન કરીને એક આઇડલ ઇમેજ તૈયાર કરે છે.
આ સિવાય ફોનમાં ચાર રિયર કેમેરા મળશે. તેમાં 64 મેગાપિક્સલનો અલ્ટ્રા ક્લિયર મુખ્ય કેમેરા,13 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ, 2 મેગાપિક્સલનો મોનો લેન્સ અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એન્ગલ લેન્સ સામેલ છે.
પેજ મુજબ આ બ્લુ, મિડનાઇટ બ્લેક અને સ્કાય વ્હાઇટ કલરમાં અવેલેબલ હશે. ફોનમાં 4025 એમએએચ બેટરી મળશે જે કંપનીની જ 30 વોટ VOOC ફ્લેશ ચાર્જ 4.0 ટેક્નોલોજી સપોર્ટ કરશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/398wMr1
No comments:
Post a Comment