
ગેજેટ ડેસ્ક: લાસ વેગાસમાં થયેલા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક શોમાં ટોઈલેટ પેપર મેકર કંપની ચારમિન(Charmin)એ ટોઈલેટ પપેર ડિલિવરી રોબોટ રજૂ કર્યો છે. કંપનીએ આ રોબોટને રોબલોટ નામ આપ્યું છે. આ એક સેલ્ફ બેલેન્સિંગ ટુ-વ્હીલ રોબોટ છે, જે દેખાવમાં હાલતું-ચાલતું નાનું ટેડી બિઅર લાગે છે. તેનેસ્માર્ટફોન સાથે કનેક્ટ કરીને ઉપયોગમાં લઈ શકાય છે. એપની મદદથી કમાન્ડ મળવા પર તે યુઝર સુધી ટોઈલેટ પેપર લઈને પહોંચી જાય છે.
પ્રથમ નજરે જોતા આ કોઈ રોબોટ નહીં પણ કાર્ટૂન જેવો લાગે છે. તેમાં બે વ્હીલ છે જેની મદદથી તે જાતે જ બેલેન્સ કરે છે. કંપનીએ આ રોલબોટને કાર્ટૂન બિઅર જેવો ફેસ આપ્યો છે. તેનું માથું ફ્લેટ છે, જેની પર ટોઈલેટ પેપર મૂકીને ચાલે છે. આ રોબોટ બ્લુટૂથની મદદથી સ્માર્ટફોન સાથે કનેક્ટ થાય છે. તેમાં ઈન્ફ્રારેડ સેન્સર છે, જેને કારણે તે યુઝરને ઓળખીને તેની સાથે પહોંચી જાય છે. હાલ શોમાં કંપનીએ આ પ્રોટોટાઈપ મોડલના રૂપે રજૂ કર્યો છે. હાલ તેની કિંમત કે લોન્ચિંગ ડેટ વિશે કંપનીએ કોઈ ખુલાસો કર્યો નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32wYxHq
No comments:
Post a Comment