Saturday, 29 February 2020

ગેલેક્સીS10 લાઈટનું 512GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ, કિંમત રૂ. 44,999

ગેજેટ ડેસ્ક. સેમસંગે ભારતીય માર્કેટમાં પ્રીમિયમ સ્માર્ટફોન ગેલેક્સી S10લાઈટનું નવું 512GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ કરી દીધું છે. આ વેરિઅન્ટની કિંમત 44,999 રૂપિયા છે. તે પ્રિઝ્મ વ્હાઈટ, પ્રિઝ્મ બ્લેક, અને પ્રિઝ્મ બ્લૂ કલરમાં ઉપલબ્ધ છે. તેને રિટેલ સ્ટોર, સેમસંગ ઓપેરા હાઉસ, ઓફિશિયલ વેબસાઈટ સહિત લીડિંગ ઓનલાઈન પોર્ટલ પરથી ખરીદી શકાશે. તેની સાથે જૂના ફોનના એક્સચેન્જ પર 5 હજાર રૂપિયા સુધીનું વધારાનું બોનસ આપવામા આવી રહ્યું છે. આ પહેલા ગેલેક્સી S10 લાઈટ માત્ર 8GB રેમ અને 128GB સ્ટોરેજ વર્ઝનમાં ઉપલબ્ધ હતું. ફોનનું વેચાણ 1 માર્ચથી શરૂ થશે.

ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા મળશે. તેમાં 48 મેગાપિક્સલનો સ્ટડી ios કેમેરા, 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઈડ કેમેરા અને 5 મેગાપિક્સલનો મેક્રો લેન્સ મળશે. ફોનમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા સામેલ છે. સૌથી ખાસ વાત એ છે કે, તેમાં સુપર સ્ટડી ઑપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઈઝેશન ફીચર છે, જે ગિંબલ જેવા હાર્ડવેર છે જેનાથી વીડિયો બનાવતી વખતે તે બ્લર નથી દેખાતો. સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પલે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

48 MPના પ્રાઈમરી કેમેરા સાથે ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ સેટઅપમાં સામેલ મેક્રો લેન્સથી 4 સે.મીના અંતરથી પણ કીડી જેટલા નાનકડાં ઓબ્જેક્ટનો ક્રિસ્ટલ ક્લિઅર ફોટો ક્લિક કરી શકાય છે


521GB સ્ટોરેજમાં શું સ્ટોર કરી શકાશે

ફોટો

કેમેરા પિક્સલ ફાઈલ સાઈઝ ફોટો
8MP 24MB 18333
12MP 36MB 12222
16MP 48MB 9166
22MP 66MB 6666

મૂવી

મૂવી ટાઈપ મૂવી સાઈઝ મૂવી
720 પિક્સલ 4GB 128
1080 પિક્સલ 5GB 102
DVD 700MB 713
બ્લૂ રે 720 પિક્સલ 1GB 512
બ્લૂ રે 1080 પિક્સલ 3.5GB 146

MP3

MP સાઈઝ MP3
4MB 128000
5MB 102400
6MB 85333
7MB 73142
‘ગેલેક્સી S10 લાઈટ’નાં બેઝિક સ્પેસિફિકેશન
ડિસ્પ્લે સાઈઝ 6.7 ઈંચ
ડિસ્પ્લે ટાઈપ ફૂલ HD+,સુપર AMOLED+, ઇન્ફિનિટી-ઓ-ટચસ્ક્રીન
સિમ ટાઈપ ડ્યુઅલ સીમ સીમ
OS એન્ડ્રોઈ 10
પ્રોસેસર ક્વૉલકોમ ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 855 પ્રોસેસર
રેમ 8GB
સ્ટોરેજ 128GB/512GB
એક્સપાન્ડેબલ 1TB (માઈક્રો એસડી કાર્ડ)
રિઅર કેમેરા 48MP(પ્રાઈમરી સેંસર)+12MP(અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ)+5MP(મેક્રો લેન્સ)ફ્રન્ટ કેમેરા
ફ્રન્ટ કેમેરા 32 મેગાપિક્સલ
બેટરી 4500mah વિથ 25W ચાર્જર
સિક્યોરિટી ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેંસર
ડાયમેન્શન 76.1x162.5x8.1 mm
વજન 186 ગ્રામ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Galaxy S10 Lite launches 512GB storage variant, priced at Rs. 44,999, 1GB of 512 movies can be stored


from Divya Bhaskar https://ift.tt/2uDQCeL

No comments:

Post a Comment